કિન્નરોને ભૂલથી પણ ન કરવું જોઈએ આ 5 વસ્તુઓનું દાન, નહીંતર નરાજ થઇ જશે તમારી કિસ્મત

કિન્નર એક એવો શબ્દ છે જેને આજના સમયમાં પણ સમાજ પોતાનો હિસ્સો નથી માનતો. જ્યારે પૌરાણિક કાળમાં પણ કિન્નરોને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે કિન્નરોને દાન આપવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને ગ્રહોના દોષ પણ દૂર થઇ જાય છે.

જો કે શાસ્ત્રોના આધારે અમુક એવી વસ્તુઓ પણ છે જે કિન્નરોને ક્યારેય પણ દાનમાં આપવી ન જોઈએ. આવો તો જાણીએ આ વસ્તુઓ વિશે.

1. સ્ટીલના વાસણ:
ઘણા લોકો તહેવારો પર વાસણ-કપડા વગેરે કિન્નરોને દાનમા આપી દે છે, પણ ધ્યાન રાખો કે કિન્નરોને સ્ટિલના વાસણો ક્યારેય પણ દાનમાં આપવા ન જોઈએ. એવું કરવાથી પરિવારની સુખ-શાંતિ નષ્ટ થઇ જાય છે ને પરિવારમાં ઝઘડા ક્લેશ રહે છે.

2. પ્લાસ્ટિકની બોટલો:
કિન્નરોને પ્લાસ્ટિકની બોટલો આપવી ખુબ જ અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં બીમારિઓ ફેલાવા લાગે છે અને પરિવારના કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે અને પરિવારની તરક્કીમાં પણ અડચણો આવે છે.

3. સાવરણી:
સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે માટે ક્યારેય પણ સાવરણી ખરીદીને કિન્નરોને આપવી ન જોઈએ આવું કરવાથી તમે તમારા ઘરેથી લક્ષ્મીજીના વાસને ગુમાવી દો છો. આ સિવાય ઘરમાં બરકત નથી આવતી અને પૈસાની તંગીમાં જીવન જીવવું પડે છે.

4. જુના કપડા:
મોટાભાગે લોકો જુના કપડા કિન્નરોને આપી દેતા હોય છે પણ આવું ક્યારેય ન કરવું જોઈએ. આવું કરવાથી ઘરની શાંતિ ભંગ થઇ શકે છે.

5. તેલ:
શનિવારના દિવસે રાઈનું તેલ દાન કરવાનું ખુબ મહત્વ છે તેનાથી ઘરની દરિદ્રતા અને દુર્ભાગ્ય દૂર થઇ જાય છે. પણ જણાવી દઈએ કે કિન્નરોને ક્યારેય પણ તેલ દાન કરવું ન જોઈએ આવું કરવાથી તમારા ઘરમાં દરિદ્રતા વાસ કરવા લાગશે.

Team Dharmik