રાતે આ બે કામ કરવાથી બચવું જોઈએ, નહિ તો રૂઠી જાય છે તમારી કિસ્મત

શાસ્ત્રોના આધારે જે લોકો ઘરમાં અશુભ કામ કરે છે, તેઓને ક્યારેય પણ ભાગ્યનો સાથ પ્રાપ્ત નથી થતો. શાસ્ત્રોમાં અમુક એવા કામ જણાવવામાં આવેલા છે, જેનું ધ્યાન રાખવા પર દેવી દેવતાઓની કૃપા મળે છે અને દુર્ભાગ્ય દૂર થઇ શકે છે. એવામાં તમને જણાવીશુ કે રાતે ક્યારેય પણ આ બે કામ ન કરવા જોઈએ.

1. રાતે ન છોડો એઠા વાસણો અને ગંદા કપડા:
રાતે એઠા વાસણો કે ગંદા કપડા પલાળીને સૂવું ન જોઈએ. આવું કરવું ઘરની સુખ સમૃદ્ધિ માટે સારું માનવામાં નથી આવતું. જે ઘરમાં રોજ આવું થાય છે, તેવા ઘરમાં અશાંતિ રહે છે અને આવા ઘરમાં દેવી-દેવતાઓનો વાસ પણ નથી હોતો. માટે રાતે આ કામ કરવાથી બચવું જોઈએ.

2. ઘરમાંથી દૂર કરી દો બેકાર વસ્તુઓ:
ઘરની ગરીબી વધારાવામાં વધારાનો સામાન કે ભંગાર જવાબદાર માનવામાં આવે છે. બેકાર વસ્તુ ઘરમાં નકારાત્મક્તા ફેલાવે છે, જેને લીધે પરિવારના લોકોમાં તણાવ પણ વધે છે. તેનાથી બચવા માટે ઘરમાંથી બેકાર વસ્તુઓ હટાવી લેવી જોઈએ.

ભાગ્યનો સાથ મેળવવા માટે કરો આ ઉપાય

1. બીજાઓની મદદ કરો:
પહેલાની માન્યતા છે કે દાન-પુણ્ય કરવાથી ઘરના દરેક દુઃખો દૂર થઇ જાય છે. જો કોઈ વ્યક્તિ સમય-સમય પર જરૂરિયાતમંદ લોકોની સેવા કરે છે તો તેની દુવાઓથી તમારી દરેક પરેશાનીઓ અને દુઃખો દૂર થઇ જાય છે.

2. પહેલી રોટલી ગાયને આપો:
ઘરમાં બનેલી સૌથી પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ. આ ઉપાય રોજ કરવો જોઈએ. આ ઉપાયથી ઘરમાં શાંતિ બનેલી રહે છે.

Team Dharmik