શનિવારના દિવસે ન કરો આ 5 વસ્તુઓની ખરીદારી, થાય છે ધન અને ઉંમરની હાનિ

શનિવાર ભગવાન શનિદેવનો દિવસ છે. આ દિવસે શનિની પૂજા કરવાથી શુબ ફળની પ્રાપ્તિ થાય છે અને ખરાબ દિવસો દૂર થઇ જાય છે. શનિવારને લગતી ઘણી માન્યતાઓ પણ છે જેમાંની અમુક મનોવૈજ્ઞાનિક તો અમુક જ્યોતિષશાસ્ત્ર સાથે જોડાયેલી છે. આ જ માન્યતાઓના આધારે તમને જણાવીશું કે શનિવારના દિવસે કઈ કઈ વસ્તુઓની ખરીદારી કરવી ન જોઈએ.

1. તેલ:
આ દિવસે તેલ ખરીદવાથી પણ બચવું જોઈએ, પણ તેલનું દાન ચોક્કસ કરી શકાય છે. કાળા કૂતરાને રાઈના તેલથી બનેલો હલવો ખવડાવવાથી શનિની દશા દૂર થાય છે. શનિવારે તેલ ખરીદવું તમારા માટે રોગકારી સાબિત થાય છે.

2. રસોઈ માટે ઇંધણ:
રસોઈ માટેના ઇંધણ, માચીસ, કેરોસીન વગેરે જેવા જ્વલનશીલ પદાર્થોની ખરીદારી શનિવારે કરવી અશુભ માનવાવા આવે છે. જો કે ભારતીય સંસ્કૃતિમાં અગ્નિને દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. શનિવારે ખરીદેલા ઇંધણ તમને કષ્ટ અને અનેક સમસ્યાઓ આપી શકે છે.

3. સાવરણી:
સાવરણી ઘરના કચરાને સાફ કરે છે અને ઘર સ્વચ્છ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું વહન થાય છે. શનિવારે સાવરણી ખરીદવી ઘરમાં દરિદ્રતા આવવાનું કારણ બને છે.

4. લોઢા(લોખંડ)નો સામાન:
એવું માનવામાં આવે છે કે શનિવારે લોઢાનો સામાન ખરીદવાથી શનિદેવ ક્રોધિત થઇ જાય છે. આ દિવસે લોઢાથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ ના કે ખરીદવું જોઈએ. લોઢાનું દાન કરવાથી શનિદેવની કૃપા દ્રષ્ટિ તમારા પર બને છે અને વ્યાપારમાં પણ નફો થાય છે.

5. જૂતા-ચપ્પલ:
જો તમે કાળા રંગના જૂતા-ચપ્પલ ખરીદવા માંગો છો તો શનિવારે બિલકૂલ પણ ન ખરીદો. માન્યતા છે કે શનિવારે ખરીદવામાં આવેલા જૂતા-ચપ્પલ ખરીદવાથી કાર્યમાં અસફળતા આવે છે.

Team Dharmik