વિજ્ઞાનના યુગમાં પણ આવી આસ્થા ! જમીન પર સૂતા સૂતા ત્રણ મહીનામાં પાર કર્યો કિમીનો રસ્તો

આ ભક્ત આબુ રોડથી રામદેવડા સુધી 430 કિલોમીટરની યાત્રા કઠોળ રીતે કરીને બાબા રામદેવના દર્શન કરીને તેમની માનતા પુરી કરશે

કહેવાય છે કે શ્રદ્ધાથી મોટું કંઈ નથી. જો ભગવાન પ્રત્યે સાચી આસ્થા હોય, તો ભક્ત કોઈપણ પરિસ્થિતિ હોય તેની સામે લડી લે છે અને ભગવાન પણ આમાં તેમના ભક્તનો પૂરો સાથ આપે છે. જેસલમેર જિલ્લાના રામદેવરામાં બાબા રામદેવની સમાધિના દર્શન કરવા આવેલ એક ભક્ત જે આરાધ્યા દેવની સમાધિના દર્શન કરવા માટે રોડ પર સૂતા સૂતા રાજસ્થાન પહોંચ્યા હતા. રામદેવરા ખાતે આવેલા બાબા રામદેવના મંદિરને પશ્ચિમ રાજસ્થાનનો મહાકુંભ કહેવામાં આવે છે. દર વર્ષે વિશ્વભરમાંથી લાખો લોકો બાબાની સમાધિના દર્શન કરવા આવે છે. આવા જ એક ભક્ત રામદેવરા પહોંચ્યા છે જે પોતાને બાબાના પરમ ભક્ત ગણાવે છે.

આ ભક્તનું નામ નેનુબાઈ છે અને તેઓ આબુ રોડથી રામદેવરા આવ્યા હતા અને 3 મહિનાના કઠીન સફર પછી જમીન પર સૂતા સૂતા રામદેવરા પહોંચ્યા હતા. દરેક વ્યક્તિ નેનુબાઈની ભક્તિના દાખલા આપી રહ્યા છે. વાસ્તવમાં, નેનુબાઈ જમીન પર સૂતા સૂતા અને મુશ્કેલ રસ્તામાંથી લગભગ 430 કિલોમીટરની સફર કરીને રામદેવરા આવ્યા હતા. નેનુબાઈ કહે છે કે તે બાબાની પરમ ભક્ત છે અને બાબા રામદેવમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે.

આબુરોડના ઉમની ગામની રહેવાસી નેનુબાઈ પહેલા પણ બાબા રામદેવની સમાધિના દર્શન કરવા રામદેવરા આવી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમણે અલગ રીતે પોતાની યાત્રા પૂરી કરી હતી. નેનુબાઈએ જણાવ્યું કે, 3 મહિનામાં તેમણે 430 કિમીની જે સફર પૂરી કરી છે તે બાબા રામદેવજીના આશીર્વાદથી જ પૂર્ણ થઈ છે. આખા રસ્તે આ કડકડતી ઠંડીમાં પણ પ્રવાસમાં કોઈ મુશ્કેલી અને પરેશાની તેમને થઇ ન હતી.

જોકે નેનુબાઈએ તેમની ઈચ્છા શું છે તે વિશે કંઈ જણાવ્યું નહિ, બસ એટલું જ જણાવ્યુ કે તેઓ બાબા પાસે શ્રદ્ધાની લહેર સાથે આવ્યા છે. નેનુબાઈએ જણાવ્યું કે તે બાળપણથી જ બાબા રામદેવજીની ભક્ત છે અને તેમની પૂજા કરે છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ ખૂબ જ અતૂટ હોય છે. ભક્તો તેમના ભગવાનને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના પ્રયત્નો કરે છે કારણ કે ભક્તને પૂર્ણ વિશ્વાસ હોય છે કે તેમના ભગવાન ચોક્કસપણે તેમની મનોકામના પૂર્ણ કરશે.

Team Dharmik