નવરાત્રી માટેના 4 ખાસ ઉપાયો, આ ઉપાય દ્વારા તમે તમારી દરેક મનોકામના પૂર્ણ કરી શકશો

માતાજી તમારું ધાર્યું કરાવી દેશે, બસ આટલું કરો

નવરાત્રીનો પાવન તહેવાર હવે શરૂ થવામાં થોડા જ દિવસો બાકી છે. આ દિવસોમાં માતાજીની કૃપા ભક્તો ઉપર વરસે છે. ભક્તો પણ સાચા તન મનથી માતાજીની આરાધના કરતા હોય છે. ત્યારે માતાજીના આ પાવન 9 દિવસોમાં તમે જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલ કેટલાક ઉપાયો કરશો તો તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે. ચાલો જોઈએ એવા કેટલાક ઉપયો.

1. દેવામાંથી મુક્તિ મેળવવા માટે:
જો ઘણા જ પ્રયત્નો કરવા છતાં પણ તમને દેવામાંથી મુક્તિ નથી મળી રહી તો નવરાત્રીમાં સૂર્ય આથમ્યા બાદ 21 ગુલાબના ફૂલ, સવા કિલો મસૂરની દાળને લાલ કપડામાં બાંધીને માતાજીની સામે રાખીને ઘીનો દિપક પ્રગટાવી રોજ 108 વખત “ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे” મંત્રનો જાપ કરવો. પૂજા પૂર્ણ થઇ ગયા બાદ પોતાના ઉપરથી જ લાલ કપડામાં બાંધેલી સામગ્રીને 7 વાર ઉતારી લેવી અને ત્યારબાદ કોઈને દાનમાં આપી દેવી અને માતાજીને દેવામાંથી મુક્તિ અપાવવા માટેની પ્રાર્થના પણ કરવી. તમને ચોક્કસ ફાયદો મળશે.

2. મનોકામના પૂર્ણ કરવાનો ઉપાય:
નવ દિવસ સુધી માતાજીના અખંડ દિપક અને તેમની સ્થાપના સામે બેસીને સિદ્ધ કુંજિકા સ્ત્રોતનો પાઠ કરવો. માતાજીને રોજ એક એક ગુલાબનું ફૂલ વધારે ચઢાવતા જાઓ. નવ દિવસના નવ ગુલાબ અર્પિત કરો. અને માતાજીને પ્રાર્થના કરવી. આમ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થશે.

3. લગ્ન માટે કરો આ ઉપાય:
અર્ગલા સ્ત્રોત અને કિલકમનો પાઠ રોજ માતાજીની સામે કરો અને શીરાનો ભોગ લગાવી કમળનું પુષ્પ અર્પણ કરવું. આમ કરવાથી તમારા લગ્નની ઈચ્છા પૂર્ણ થઇ જશે. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પ્રાર્થના કરવાથી મનોકામના જરૂર પૂર્ણ થાય છે.

4. ધનવૃદ્ધિ માટે કરો આ ઉપાય:
સમગ્ર નવરાત્રી દરમિયાન લાલ આસાન ઉપર બેસીને સંધ્યાકાળમાં જે જાતકો વિષ્ણુ સહસ્ત્રનામ અને લલિત સહસ્ત્રનામનો પાઠ કરે છે અને રોજ એક કમળનું પુષ્પ માતાજીને અર્પણ કરે છે તેમજ સાત્વિક રહે છે, આચરણ ઠીક રાખે છે, ઝઘડા નથી કરતા. આ બધાનું પાલન કરનાર વ્યક્તિની ઉપર માતાજી પ્રસન્ન થાય છે અને તેમના ધનમાં વધારો કરીને તેમના કષ્ટો પણ દૂર કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Dharmik Duniya Team