હે ભગવાન આ શું થઇ ગયું ? હજુ તો પરિવારમાં લગ્નની ખુશીઓ આઠમી નહોતી ત્યાં દંપતીના મોતથી સન્નાટો છવાઈ ગયો, મોરબીમાં દંપતીએ ગુમાવ્યો જીવ

નવા નવા લગ્ન થયા અને મોરબીમાં મળ્યું મૃત્યુ…માસીએ ઘરે જમવા ગયા અને ઝૂલતા પુલમાં….

મોરબીમાં ઘટેલી દુર્ઘટના બાદ સૌની આંખો ભીની છે, આજે આ ઘટનાને લઈને રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ઘટનામાં કેટલાય લોકોના મોત નિપજ્યા અને કેટલાય ઈજાગ્રસ્ત પણ થયા છે. ત્યારે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોની કહાનીઓ પણ લોકોની આંખોમાં આંસુઓ લાવી રહી છે. જેમના પરિવારનું દર્દ જાણીને સૌ કોઈ ભાવુક થઇ રહ્યા છે.

આવી જ દુઃખદ ઘટના એક રાજકોટના દંપતી સાથે પણ ઘટી. રાજકોટના હર્ષ ઝાલાવાડિયા અને તેમની પત્ની મીરા પણ આ કકળમુખી દુર્ઘટનામાં મોતને ભેટ્યા. તેમના લગ્નને હજુ તો પાંચ મહિના જ થયા હતા. લગ્ન બાદ આ દંપતીએ પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી, ત્યારે જ કાળ તેમને મોરબીમાં ઝૂલતા પુલ પર ખેંચી લાવ્યો અને ખુશીઓની શરૂઆત કરી રહેલા આ દંપતી કાળનો કોળિયો બની ગયું. જેના બાદ પરિવારમાં પણ માતામ છવાયેલો છે.

રાજકોટની અંબિકા ટાઉનશિપમાં સિદ્ધિ હાઇટ્સમાં રહેતા હર્ષ અને મીરા બને આઇટી ફિલ્ડ સાથે સંકળાયેલા છે અને બેંગ્લોરમાં રહીને નોકરી કરે છે, ત્યારે દિવાળીનો સમય હોવાના કારણે આ બંને રાજકોટ આવ્યા હતા અને લગ્ન બાદ તેના મોરબી રહેતા માસીએ ઘરે જમવા માટે આમંત્રિત કર્યા હતા. જેના બાદ શનિવારના રોજ હર્ષ અને તેની પત્ની પરિવાર સાથે મોરબી આવ્યા હતા.

શનિવારે મોરબીમાં રોકાઈ અને રવિવારે સવારે તે રાજકોટ જવા રવાના થવાના હતા. પરંતુ માસીના દીકરાના આગ્રહના કારણે તે મોરબીમાં જ રોકાઈ ગયા અને સાંજના સમયે તેના માસીના દીકરા, તેની પત્ની અને દીકરા સાથે ઝૂલતા પુલ પર ફરવા માટે ગયા હતા. આ દરમિયાન બધા જ લોકો ખુશીઓ મનાવી રહ્યા હતા. બધાએ સાથે સેલ્ફી પણ લીધી અને ત્યાં જ આચાનક આખો પુલ તૂટીને ધરાશાયી થઇ ગયો.

ગણતરીના સમયમાં જ બધા જ લોકો છુટા પડી ગયા. હર્ષને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ જયારે તેને ભાન આવ્યું ત્યારે તેને આખી ઘટના વિશે પૂછ્યું અને તેને જાણવા મળ્યું કે, તેના માસીના દીકરા અને તેની પત્નીનું મોત થયું છે. પરંતુ 7 વર્ષના તેમના દીકરાનો આબાદ બચાવ થયો હતો.

પરંતુ જયારે હર્ષે તેની પત્ની મીરા વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે મીરાનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ જાણીને હર્ષને ઊંડો આઘાત લાગ્યો અને તે બેભાન થઇ ગયો, જેના બાદ સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને આખા જ પરિવારમાં પણ માતમ ફરી વળ્યો છે. પરિવારના હૈયાફાટ રુદન વચ્ચે માહોલ પણ ગમગીન બની ગયો છે. આ દુર્ઘટનામાં કેટલાય લોકો મોતને ભેટ્યા છે અને તેમની કહાનીઓ આંખોમાં આંસુઓ લાવી દે છે.

Dharmik Duniya Team