આજે વાંચો ખુબ જ ચમત્કારી છે નવગ્રહ કવચ મંત્ર વિશે, ગ્રહ શાંત થઈને તમને અઢળક ફાયદાઓ કરાવશે

ગ્રહો અને નક્ષત્રોના પ્રભાવ આપણા જીવન ઉપર હંમેશા રહેતા હોય છે. આપણ જીવનની સફળતા અને વિફળતા પણ આપણા ગ્રહો ઉપર જ નિર્ભર હોય છે. જ્યોતિષમાં પણ ગ્રહોને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જો તમારા જીવનમાં પણ ગ્રહનો દુષ્પ્રભાવ પડી રહ્યો છે તો નવગ્રહ કવચનો પાઠ કરીને તમે તે દુષ્પ્રભાવને દૂર કરી શકો છો.

નવગ્રહ કવચનો નિયમિત અને શ્રદ્ધાપૂર્વક પાઠ કરવો જીવનમાં ઘણા બધા ચમત્કારિક લાભ લઈને આવે છે. સાથે જ કવચ દરેક પ્રકારની મુશ્કેલીઓ અને શત્રુ બાધા અને સ્વાસ્થ્યમાં લાભ આપનારું માનવામાં આવે છે.

આ નવગ્રહ કવચનો ઉપયોગ બે રીતે કરી શકાય છે. એક તો તેનો નિયમિત પાઠ કરીને. અને બીજું ભોજપત્ર ઉપર કેસરની સ્યાહીથી લખીને ચાંદીના તાવીજમાં રાખીને જમણા ખભા ઉપર બાંધીને.

ક્યાં ક્યાં છે નવ ગ્રહ:
આપણા શાસ્ત્રો અને જ્યોતિષના જણાવ્યા અનુસાર નવ ગ્રહોનો પ્રભાવ આપણા જીવન ઉપર પડેલો હોય છે. આ નવ ગ્રહ છે. શુક્ર, બુધ, ચંદ્ર બૃહસ્પતિ, સૂર્ય, મંગળ, કેતુ, રાહુ, શનિ.

પવિત્ર નવગ્રહ મંત્ર:

  • ॐ शिरो मे पातु मार्तण्ड: कपालं रोहिणीपति:। मुखमङ्गारक: पातु कण्ठं च शशिनन्दन:।।
  • बुद्धिं जीव: सदा पातु हृदयं भृगुनन्दन:। जठरं च शनि: पातु जिह्वां मे दितिनन्दन:।।
  • पादौ केतु: सदा पातु वारा: सर्वाङ्गमेव च। तिथयोऽष्टौ दिश: पान्तु नक्षत्राणि वपु: सदा।।
  • अंसौ राशि: सदा पातु योगश्च स्थैर्यमेव च। सुचिरायु: सुखी पुत्री युद्धे च विजयी भवेत्।।
  • रोगात्प्रमुच्यते रोगी बन्धो मुच्येत बन्धनात्। श्रियं च लभते नित्यं रिष्टिस्तस्य न जायते।।
  • य: करे धारयेन्नित्यं तस्य रिष्टिर्न जायते।। पठनात् कवचस्यास्य सर्वपापात् प्रमुच्यते।।
  • मृतवत्सा च या नारी काकवन्ध्या च या भवेत्। जीववत्सा पुत्रवती भवत्येव न संशय:।।
  • एतां रक्षां पठेद् यस्तु अङ्ग स्पृष्ट्वापि वा पठेत्।।

આ મંત્રનો જાપ કરવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે. અને જીવનમાં શાંતિ બનેલી રહે છે. આ નવગ્રહ કવચ મંત્રનો જાપ કરવાથી નવે નવ ગ્રહ શાંત રહે છે અને તેના કારણે જીવનમાં કોઈ મુશ્કેલી નથી આવતી.

Dharmik Duniya Team