મોરપીંછના આ ઉપાયથી થશે આશ્ચર્યજનક લાભ, ખરાબ નજર અને ગ્રહોની કુદૃષ્ટિ પણ થશે દૂર

ભગવાન શ્રી કૃષ્ણનું અતિપ્રિય મોરનું પીંછું આપણને પણ ખુબ જ ગમતું હોય છે. ઘણા લોકો ઘરની અંદર સુશોભન માટે તેને રાખતા હોય છે. પરંતુ મોરપીંછ માત્ર દેખાવમાં જ સુંદર નથી તેના જ્યોતિષ અનુસાર બીજા પણ ઘણા ફાયદાઓ છે. મોરપીંછથી તમને ખરાબ નજર અને ગ્રહોનું કુદૃષ્ટિથી પણ છુટકારો મળશે. ચાલો જોઈએ તેના લાભ.

1. ગ્રહોનો પ્રભાવ દૂર કરવા:
મોરપીંછને હાથમાં લઈને 21 વાર ગ્રહનો મંત્ર બોલી તેના ઉપર પાણી છાંટો. ત્યારબાદ તે મોરપીંછને યોગ્ય જગ્યાએ રાખી દેવું. જેના કારણે આવતા જતા તમારી નજર તેના ઉપર પડે. તેનાથી ગ્રહોનો અશુભ પ્રભાવથી તમને જલ્દી જ છુટકારો મળી જશે.

2. વાસ્તુદોષથી છુટકારો મેળવવા:
વાસ્તુદોષથી છુટકારો મેળવવા માટે ઘરના દક્ષિણ અને પૂર્વની વચ્ચેના ખૂણામાં મોરનું પીંછું રાખી દેવું. તો ઘરના ઈશાન ખૂણામાં ભગવાન શ્રી કૃષ્ણની તસ્વીર સાથે મોરપીંછ લગાવવું શુભ માનવામાં આવે છે.

3. ખરાબ નજરથી બચાવવા:
જયારે બાળકો અચાનક જ રડવા લાગે છે, દૂધ પણ નથી પિતા અને તે ધીમે ધીમે બીમાર થઇ જાય છે ત્યારે એવી માન્યતા હોય છે કે તેમને નજર લાગી ગઈ છે. એવામાં બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે મોરપીંછને એક તાવીજમાં નાખીને બાળકને પહેરાવી દેવું જોઈએ. જેના કારણે તે હંમેશા ખરાબ નજરથી બચીને રહે છે.

4. બાળકનું જીદ્દીપણું દૂર કરવા:
જો તમારું બાળક ખુબ જ જિદ્દી હોય અને તમારી વાત ના માનતું હોય તો એવામાં ઘરની અંદર રહેલા પંખાની ઉપર મોરપીંછ લગાવી દો. અથવા તો મોરપીંછથી જ બાળકને હવા નાખો. આ ઉપાય કરવાથી બાળકના સ્વભાવમાં જલ્દી જ પરિવર્તન આવશે.

5. આર્થિક લાભ માટે:
કૃષ્ણ મંદિરમાં જઈને મોરપીંછને કૃષ્ણના મુગુટમાં લગાવી દેવું. અને ચાલીસ દિવસ પછી તેને પોતાના ઘરે પાછું લાવીને તીજોરોમાં રાખી દેવું, જેના કારણે તમને જલ્દી જ આર્થિક લાભ પણ થશે.

6.  ઘરમાંથી નાકારત્મક્તા દૂર કરવા:
ઘરની અંદરથી નકારાત્મકતા દૂર કરવા માટે ઘરના દરવાજા ઉપર ત્રણ મોરપીંછ લગાવો. અને તેના નીચે “‘ऊं द्वारपालाय नम: जाग्रय स्थापयै स्वाहामंत्र” લખીને પ્રથમ પૂજનીય ભગવાન ગણેશજીની પ્રતિમા લગાવી દો. આ ઉપાય કરવાથી તમારા ઘરનું વાતાવરણ હંમેશા અનુકૂળ રહેશે.

Dharmik Duniya Team