મની પ્લાન્ટ લગાવતા સમયે રાખો આ વાતનું ધ્યાન નહીં તો થશે આર્થિક સમસ્યા

આ ભૂલ કરશો તો ભિખારી બની જશો, જાણો

વાસ્તુશાસ્રમાં ઘણા એવા ઉપાય બતાવવામાં આવી રહ્યા છે જેનાથી પોઝિટિવિટીનો ઘરમાં પ્રવેશ થાય છે અને નેગેટીવીટી બહાર ચાલી જાય છે. માન્યતા છે કે, જીવનમાં ઘણી પરેશાનીઓ વાસ્તુદોષના કારણે આવે છે જે બાદ વ્યક્તિના બધા કામમાં રુકાવટ આવા લાગે છે. આવો જ વસ્તુનો ઉપાય આજે અમે તમને જણાવીશું જે બાદ તમારા રોકાયેલા બધા જ કામ પુરા થઇજશે અને જીવનમાં આવતી બધી સમસ્યા પણ પુરી થઇ જશે. આટલું જ નહીં તમારી આર્થિક સમસ્યા પણ આ ઉપાયથી દૂર થઇ જશે.

વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટને ઘરમાં રાખવા માટે ઘણા લાભકારી ફાયદા બતાવ્યા છે. જેને ઘરમાં રાખવાથી નેગેટિવિટી દૂર થાય છે અને પોઝિટિવ વાતાવરણ થવા લાગે છે. આ સિવાય આર્થિક પરેશાની પણ ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી દૂર થઇ જાય છે. ઘરમાં વાસ્તુશાસ્ત્ર મુજબ મની પ્લાન્ટ રાખતા સમયે કંઇ વાતનું ધ્યાન રાખવું જોઈએ એ અમે તમને જણાવીશું.

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની દક્ષીણ-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખવો જોઈએ. મની પ્લાન્ટ રાખવાથી ઘરના વાતાવરણમાં પોઝીટીવ ઉર્જા તે દિશામાંથી આવે છે.એવી માન્યતા છે કે. કારક ગ્રહ શુક્ર આ દિશામાં હોય છે. વેલવાળા છોડનું પરિબળ શુક્ર પણ છે. આ કારણોસર ઘરની આ દિશામાં મની પ્લાન્ટ લગાવવું શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ લીલોછમ મની પ્લાન્ટ શુભ છે. જો મની પ્લાન્ટના પાંદડા ખરાબ અથવા સડી ગયા હોય તો તરત જ તેને દૂર કરો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીની અંદર મની પ્લાન્ટને રાખવું શુભ માનવામાં આવે છે. પરંતુ એ વાતનું જરૂર ધ્યાન રાખવું જોઈએ કે, તેનું સમયાંતરે પાણી બદલવું જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, જમીન પર મની પ્લાન્ટને ફેલાવવા ના દો. ઉપરની તરફ વેલને વધવા દો.

Team Dharmik