વ્યક્તિને ઘનવાન બનવાનો સંકેત આપે છે શરીરના આ ભાગ પર બનેલા તલ, ક્યાંક તમારું નસીબ તો નથી ખુલવા જઈ રહ્યું

જ્યોતિષશાસ્ત્રમાં એવી ઘણી વિદ્યા છે જેની મદદથી આપણે વ્યક્તિના આવનારા સમયનું આંકલન કરી શકીએ છે. તેમાંથી એક છે સમુદ્રશાસ્ત્ર જેનાથી વ્યક્તિનની શારીરિક બનાવટને આધારે અને વ્યક્તિના હાવભાવને આધારે આવનારા સમયમાં ભાગ્ય, જીવન, કરિયર વગેરે જાણી શકાય છે. આજે અમે તમારા માટે એ અંગોની જાણકારી લઇને આવ્યા છીએ જેના પર બનેલા તલ તમને ધનવાન બનાવી શકે છે.

તો ચાલો જાણીએ એ અંગો વિષે:

પીઠ પર તલ:

ઘણા લોકોને પીઠમાં તલ હોય છે, આ તલનો આકાર નાના અથવા મોટો હોઈ શકે છે. જે લોકોની પીઠમાં તલ હોય છે તેઓ ખુબ જ દેખાવડા વ્યક્તિત્વના ધની હોય છે. આવા લોકો ઘણા ઓછા સમયમાં ઊંચાઈ મેળવી લે છે.

હોઠ પર તલ:

જે લોકોના હોઠ પર તલ હોય તે વ્યક્તિ સુખ-સમૃદ્ધિથી સંપન્ન હોય છે, આવા લોકો બીજાની મદદથી ઘણા પૈસા કમાય છે અને એશો આરામમાં પોતાનું જીવન વ્યતીત કરે છે.

ગુરુ પર્વત પર તલ:

જો તમારી હથેળીના ગુરુ પર્વત ઉપર તલ બનેલો હોય તો તેનો અર્થ તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નથી થાય. આવા લોકો પોતાનું જીવન સુખ સમૃદ્ધિમાં વિતાવે છે.

પેટ પર તલ:

ઘણા લોકોને પેટ પર તલ હોય છે. સમુદ્ર શાસ્ત્ર અનુસાર પેટ પર તલ હોવો સારો સંકેત નથી આપતું. આવા વ્યક્તિ ખુબ જ બીમાર રહેતા હોય છે અને તેમને ખર્ચનું કોઈ માપ નથી હોતું. આવા વ્યક્તિઓ પાસે પૈસા પણ નથી ટકતા.

હથેળી પર તલ:

જે લોકોની હથેળીની વચ્ચે કોઈ પણ પ્રકારનો તલ બન્યો હોય અને મુઠ્ઠી બંધ કરતા તલ છુપાઈ જતો હોય તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. આવા લોકો પાસે ઓછી  મહેનતે પણ ખુબ જ ધન આવે છે.

Team Dharmik