શરીરના આ 6 અંગો પર તલ હોવા માન-સન્માનની સાથે જણાવે છે તમે ધનવાન છો

જ્યોતિષશાસ્ત્ર અને સમુદ્રશાસ્ત્રના આધારે શરીરીના અંગો પર તલનું હોવું ખાસ મહત્વ ધરાવે છે. આ તલ આપણા ભાગ્ય વિષે ઘણું બધું જણાવે છે. હસ્તરેખા વિજ્ઞાનમાં પણ અમુક તલને કષ્ટકારી અને અશુભ માનવામાં આવ્યા છે, જ્યારે અમુક તલનું ખુબ જ શુભ મહત્વ છે. આવો તો જાણીએ કે શરીરના આ સાત અંગો પર તલ તમારા માટે કેટલા શુભ છે.

1. શાસ્ત્રના આધારે હાથની આંગળીઓ પર અલગ અલગ જગ્યાઓ પર તલનું હોવું ખુબ મહત્વ રાખે છે. જો કોઈના હાથની કનિષ્ઠા એટલે કે સૌથી નાની આંગળી પર તલ હોય તો આવા લોકો અપાર સંપત્તિના માલિક હોય છે.

2. જો કોઈ વ્યક્તિના હાથની અનામિકા એટલે કે ત્રીજી આંગળીની વચ્ચેના ભાગમાં તલ હોય તો આવા લોકો ધન અને યશ ક્ષેત્રમાં ખુબ જ સંપન્ન હોય છે. આવો વ્યક્તિ ખુબ જ ધનવાન હોય છે પણ તે પોતાના દુશ્મનોથી ખુબ ચિંતિત રહે છે.

3. જો કોઈ વ્યક્તિના પગના અંગુઠા પર તલ હોય તો તે ધન યોગનો સંકેત આપે છે. આવો વ્યક્તિ સામાજિક રુચિ રાખનારો અને યશ પ્રાપ્ત કરનારો હોય છે.

4. કોઈ વ્યક્તિના ડાબા નાક પર તલ હોય તો, તે ધન પ્રાપ્તિ તરફ ઈશારો કરે છે. કોઈ વ્યક્તિના પીઠ પર તલ હોય તેવો વ્યક્તિ ખુબ ધન કમાવનારો અને ખુબ ખર્ચાઓ કરનારો હોય છે.

5. લોકોને હોંઠના નીચેના ભાગે તલનું હોવું વ્યક્તિ ખુબ જ સુંદર હોવાનું દર્શાવે છે.આવા લોકોને આર્થિક રૂપે ક્યારેય પણ સમસ્યા નથી આવતી, આવા લોકોની તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે.

6. જો કોઈ વ્યક્તિની નાભિ કે જનનાંગ પર તલ હોય તેવા લોકો પાસે ક્યારેય પણ ધનની ખામી નથી આવતી અને આવા લોકો ખુબ રોમેન્ટિક સ્વભાવના હોય છે.

Team Dharmik