મહિલાઓની આ 6 ભૂલના કારણે ઘરમાં થાય છે અશાંતિ, માતા લક્ષ્મી રિસાઈને ચાલી જાય છે.

મહિલાઓને લીધે બરબાદ થઇ જાય છે ઘર જો આ 6 ભૂલ કરશે તો…લક્ષ્મી માતા ફળ નહિ આપે

કોઈ પણ ઘરની ઉન્નતિમાં મહિલાઓનું અહમ યોગદાન હોય છે. જે ઘરની મહિલા સારી હોય તો તે ઘરને નર્કમાંથી સ્વર્ગ પણ બનાવી શકે છે. ધર્મ શાસ્ત્ર અનુસાર, મહિલાઓની તુલના માતા લક્ષ્મી સાથે કરવામાં આવે છે. ઘરમાં લક્ષ્મીજીનું આવવું-જવું કોઈ ખાસ ચીજ પર નિર્ભર રહે છે. જો કોઈ મહિલાઓ કોઈ ભૂલ કરે છે તો માતા લક્ષ્મી નારાજ થઇ શકે છે. ઘરમાં તકલીફ થાય છે. તેથી મહિલાઓએ આ ભૂલો કયારે પણ ના કરવી જોઈએ.

1.સાફ-સફાઈ ના કરવી

ખૂણામાં ધૂળ, કરોળિયાના જાળાઓ, દરરોજ બરાબર સફાઇ ન કરવી આ બધી વસ્તુઓ નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે. તેનાથી ઘરમાં તકલીફ ઘટે છે. ઘરમાં અશાંતિ પણ થાય છે.

2.ગેસ અને રસોડું ક્યારે પણ ગંદુ ના રાખવું

જ્યારે પણ તમે રસોઈ બનાવો છો ત્યારે ગેસ સ્ટોવ અને કિચન પ્લેટફોર્મને સારી રીતે સાફ કરો. ગંદકી હોય તો ઘરની બરકત ઓછી થવા લાગે છે. તેનાથી ઘરની શાંતિ અને ખુશીમાં પણ ખલેલ પડે છે. આ સિવાય એઠા વાસણો પણ ન મુકવા જોઈએ. તેને સાફ પણ રાખવું જોઈએ.

3.સ્નાન કર્યા વગર ના જાઓ રસોડામાં

રસોડામાં માતા અન્નપૂર્ણા દેવીનો વાસ છે. આથી તે મંદિર તરીકે પણ માનવામાં આવે છે. આ સ્થિતિમાં જો મહિલાઓ સ્નાન કર્યા વિના રસોડામાં પ્રવેશ કરે છે, તો અન્નપૂર્ણા દેવી ગુસ્સે થઈ જાય છે અને ઘરમાંથી હંમેશા બરકત ચાલી જાય છે. તેથી હંમેશા સ્નાન કરીને જમવાનું બનાવો.

4.સૂર્યાસ્ત બાદ કચરો ના કાઢો

સૂર્યાસ્ત સમયે માતા લક્ષ્મી ઘરમાં રહે છે. આ સ્થિતિમાં ઘરને સાફ કરવું યોગ્ય નથી. તેનાથી પૈસાની ખોટ થાય છે. જો તમારે ઉતાવળમાં કચરો વાળવાનો થાય તો કચરો બહાર ના ફેંકો.

5.વાળનો ગુચ્છો ઘરમાં ના ફેંકવો

મહિલાઓ ઘણી વખત વાળ ઓળ્યા પછી વાળનો ગુચ્છો ગમે ત્યાં ફેંકી દે છે. આ ટેવ ખૂબ ખરાબ છે. તેનાથી પૈસાની કમી થાય છે. પૈસાની ખોટ શરૂ થાય છે. કચરાપેટીમાં વાળનો ગુચ્છો ફેંકી દો.

6.સવારે-સાંજે દીવોના પ્રગટાવો

જેઓ સવાર-સાંજ ઘરમાં દીવો પ્રગટાવતા નથી ત્યાં ઈશ્વરનો વાસ હોતો નથી. ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશવા લાગે છે. દીવો પ્રગટાવવાથી વધુ સકારાત્મક ઉર્જા મળે છે.

Team Dharmik