ગુલાબનું ફૂલ ચમકાવી શકે છે તમારું કિસ્મત, આ રીતે કરશો ઉપાય તો થશે ધનનો વરસાદ, મળશે દેવામાંથી પણ મુક્તિ

ગુલાબનું ફૂલ આપણે ઘણી રીતે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, ખાસ આપણે તેનો ઉપયોગ પૂજાની અંદર કરીએ છીએ. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં ગુલાબના ફૂલના બીજા પણ ઘણા ઉપાયો સુજવવામાં આવ્યા છે જેના દ્વારા તમે તમારું કિસ્મત પણ બદલી શકો છો, આ ઉપાયો દ્વારા તમારા સુતેલા ભાગ્યને પણ જગાવી શકો છો. ચાલો જોઈએ ગુલાબના ચમત્કારિક ઉપાયો.

બાળકો બીમાર થવા ઉપર:
જો તમારા ઘરની અંદર પણ હોઈ બાળક બીમાર રહેતું હોય, કંઈપણ ખાઈ લીધા બાદ તરત ઉલ્ટી કરી દેતું હોય તો એવામાં એક નાગરવેલનાં પાનના પત્તા ઉપર એક બૂંદીનો લાડુ, પાંચ ગુલાબના ફૂલ રાખીને બાળકના માથા ઉપરથી સાત વાર ઉતારીને તેને ચુપચાપ કોઈ મંદિરમાં રાખી આવવાથી ઘણો જ ફાયદો થશે.

મનોકામના પૂરતી માટે:
કોઈપણ શુક્લપક્ષના મંગળવારના રોજ તાજા ગુલાબના 11 ફૂલને બજરંગબલી ઉપર ચઢાવવા. આવું સતત 11 મંગળવાર સુધી કરવાના કારણે હનુમાનદાદા તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી દેશે.

રોજગાર અથવા નોકરી મેળવવા માટે:
મંગળવારથી પ્રારંભ કરીને સતત 40 દિવસો સુધી રોજ સવારે ખુલ્લા પગે હનુમાનજીના મંદિરે જવું અને તેમને ગુલાબના ફૂલ અર્પણ કરવા. આવું કરવાથી તરત જ નોકરી અને રોજગાર મળી જશે.

ગુલાબનું દૂધ:
ગુલાબનું દૂધ ધરાવીને લક્ષ્મીજીની ઉપાસના કરવી. આ ઉપરાંત દેવી લક્ષ્મીજીના મંદિરમાં દર શુક્રવારે જઈને ગુલાબના ફૂલ અર્પણ કરવા.

અચાનક ધન પ્રાપ્તિ માટે:
કોઈપણ સાંજે ગુલાબના ફૂલની અંદર કપૂરનો એક ટુકડો રાખીએં સળગાવી દેવો. જ્યારે કપૂર સળગી જાય ત્યારે તે ફૂલને દેવી માને અર્પણ કરી દેવું.

તિજોરીની અંદર ધનવૃદ્ધિ માટે:
ઘરની અંદર ધનવૃદ્ધિ માટે મંગળવારના દિવસે લાલ ચંદન, લાલ ગુલા અને સિંદૂર લઈને લાલ કપડામાં બાંધી લેવું અને એક અઠવાડિયા માટે તેને મંદિરમાં રાખી દેવું. એક અઠવાડિયા પછી તેને લાવીને ઘર અથવા દુકાનની તિજોરીમાં રાખવાથી ધનલાભ થાય છે.

રોગ નિવારણ માટે:
જો ઘરના કોઈ સદ્સ્યનો છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્યમાં સુધારો ના થઇ રહ્યો હોય તો એક દેશી અખંડિત પાન, ગુલાબનું ફૂલ અને થોડા પતાશા રોગી ઉપરથી 31 વાર ઉતારી તેને ચાર રસ્તા ઉપર રાખી દેવા. તેના પ્રભાવથી રોગીનો રોગ તરત દૂર થઇ જશે.

દેવામાંથી મુક્તિ મેળવવા:
અખંડિત પાંખડી વાળા પાંચ ગુલાબના ફૂલ લાવવા. ત્યારબાદ સવા મીટરનું સફેદ કપડું સામે રાખીને પાથરવું અને ગુલાબના ચાર ફૂલને ચાર ખૂણા ઉપર બાંધી લેવું. ત્યારબાદ પાંચમું ગુલાબ વચ્ચે રાખીને ગાંઠ બાંધી દેવી. ત્યારબાદ તેને કોઈ વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવું. આ ઉપાય કરવાથી ઋણ મુક્તિ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.

Dharmik Duniya Team