તમારી પૈસાને લગતી બાબતોમાં થઇ શકે છે બદલાવ, કાલથી આવતા 16 દિવસ સુધી એક જ રાશિમાં રહેશે બુધ અને શુક્ર

તમારી રાશિમાં શું લખ્યું છે? જલ્દી વાંચો ફાયદાની વાત

મકર રાશિમાં બુધ અને શુક્રના સંયોગ 16 દિવસ સુધી રહેશે. આ બંને ગ્રહોને એક જ રાશિમાં હોવાથી ઘણા લોકોની આર્થિક સ્થિતિમાં બદલાવ થઇ શકે છે. પૈસાની આપ-લે, રોકાણ, ખરીદતી વખતે તમે કિંમતનો વિચાર કરો કે ના કરો પણ ઈચ્છા પુરી કરવી હોય તો જરૂર ખરીદી કરાય, આ બધી વાતો પર બુધ અને શુક્ર ગ્રહનો અસર રહે છે. તેના માટે જ જયારે-જયારે એ બંને ગ્રહોની રાશિ બદલાય છે ત્યારે-ત્યારે તે લોકોની આર્થિક સ્થિતિ પણ બદલાય છે.

4 રાશિ માટે શુભ: આ 2 ગ્રહોના સંયોગ બનવાથી વૃષ, મિથન, તુલા અને ધન રાશિ લોકો માટે સારો સમય રહે છે. તે રાશિ વાળા માટે લેવડ દેવળમાં ફાયદો થઇ શકે છે. રોકાઈ  ગયેલા પૈસા પાછા મળવાની સંભાવના રહે છે.લોન કે દેવાને લગતી અટકણ દૂર થઇ શકે છે. કોઈ વસ્તુની જરૂર હોય તો તેની ખરીદી પણ થઇ શકે છે. તમારા જરૂરી દસ્તાવેજના કામ પણ પુરા થઇ શકે છે.

6 રાશિ માટે શરેરાશ મળતો સમય: સિંહ, કન્યા, વૃષક, મકર,કુંભ અને મીન રાશિ વાળા લોકો માટે સરેરાશ સમય રહેશે.આ રાશિ વાળાને ધન લાભ તો થશે પણ સામે ખર્ચ પણ એટલો જ રહેશે.

મોંઘી વસ્તુઓની પણ ખરીદારી થઇ શકે છે. એવું પણ રોકાણ થઇ શકે છે જેમાં તમને પાછળના આવતા દિવસોમા નફો રોકાઈ શકે છે.અટકાયેલા પૈસા પાછા તો મળશે પણ તે રોકાણમાં રોકાઈ જશે.

મેષ અને કર્ક માટે ખરાબ સમય


બુધ અને શુક્રના સંયોગ બનવાથી આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. પગાર ઓછો અને ખર્ચા વધી શકે છે. પૈસા ક્યાંક અટકી પણ શકે છે. લેવડ-દેવળ અને રોકાણમાં સાવધાની રાખવી પડશે. મેહનત વધારે કરશો તો પણ ધન લાભ થઇ શકશે નહિ. કિસ્મત નો સાથ પણ મળી શકશે નહિ.

Team Dharmik