હવે ઉલ્ટી ચાલ ચાલશે મંગળ ગ્રહ, આ 4 રાશિઓ પર દેખાશે ખરાબ અસર, રહો સાવધાન

જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહની અડચણ હોય તેઓને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં મંગળ ગ્રહ વક્રી ચાલ ચાલવાના છે, મંગળ ગ્રહની આ ઉલ્ટી ચાલ લોકોના જીવનમાં શુભ-અશુભ એમ બંન્ને પ્રકારની અસર આપશે. આવો તો જાણીએ કે કઈ રાશિ પર તેની કેવી અસર રહેશે.

1. મેષ:
મેષ રાશિના લોકો પર મંગળ ગ્રહની વક્રી ચાલથી ખરાબ અસર પડી શકે તેમ છે. જીવનમાં એવા પ્રકારના બદલાવો આવશે કે તેનાથી અનેક સમસ્યાઓ આવી શકશે.

2. વૃષભ:
વૃષભ રાશિના લોકોને આર્થિક ચુનૌતીઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ કામને લીધે સમસ્યાઓ થઇ શકે છે. જમીન-સંપત્તિની બાબતમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

3. મિથુન:
મંગળ ગ્રહની ઉલ્ટી ચાલને લીધે આ રાશિને નોકરીની બાબતમાં અડચણો આવી શકે તેમ છે. ઓફિસમાં કોઈ વાતને લીધે વિવાદ થઇ શકે છે,કર્મચારીઓ સાથે મનમુટાવ પણ થઇ શકે છે. પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે તેમ છે માટે આવનારા દિવસોમાં પિતાનું ખાસ ધ્યાન રાખો.

4. કર્ક:
મંગળ ગ્રહની વક્રી ચાલથી કર્ક રાશિના લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થવાની છે માટે સજાગ રહો. ધનને લગતી સમસ્યા આવી શકે છે અને કોઈ દુઃખદ સમાચાર પણ મળી શકે તેમ છે. હિંમતથી કામ લો.

5. સિંહ:
મંગળની ઉલ્ટી ચાલને લીધે સિંહ રાશિ પર મધ્યમ અસર જોવા મળશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. ધન-લાભ થઇ શકે તેમ છે, જો કે સંપત્તિની બાબતમાં કોઈ નુકસાન થવાના પણ યોગ બને છે.

6. કન્યા:
કન્યા રાશિના લોકોને વેપાર-ધંધામાં સમસ્યાઓ આવી શકે તેમ છે. વિવાહિત જીવનમાં પણ થોડી-ઘણી સમસ્યાઓ રહેશે અને જીવસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે તેમ છે.

7. તુલા:
મંગળ ગ્રહની વક્રી ચાલથી કાર્યસ્થળ કે કારોબારમાં કોઈ સમસ્યાને લીધે તમને તણાવ કે ડિપ્રેશન આવી શકે છે. જો કે સંપત્તિ મળવાના પણ યોગ બને છે અને લાંબા સમયની બીમારી પણ દૂર થઇ જશે. સ્વાસ્થ્ય ખુબ સારું રહેવાનું છે.

8. વૃશ્ચિક:
આ રાશિને વધારાના બીનજરૂરી ખર્ચાઓ થશે. કોઈ મોટો નિર્ણય લેતા પહેલા વિચાર કરી લો. જીવનસાથી સાથે વાદ-વિવાદ થઇ શકે તેમ છે. ગુસ્સા પર કાબુ રાખો.

9. ધનુ:
ઘનું રાશિના લોકોને અમુક દુઃખનો સામનો કરવો પડી શકશે. નવું કામ શરૂ કરવા માટેનો આ સારો સમય છે. તમારી માતાનું સ્વાસ્થ્ય બગડી શકે તેમ છે.

10. મકર:
મકર રાશિના લોકોના મગજ પર કામનો ખુબ ભાર રહેશે. સમજદારીપૂર્વક કામ કરો અને કોઈની સાથે વિવાદ ન કરો.

11. કુંભ:
કુંભ રાશિના લોકોને વેપાર ધંધામાં ખુબ લાભ થશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. કોઈની સાથે ઝઘડો થઇ શકે તેમ છે. તમારી વાણી અને ગુસ્સા પર કાબુ રાખો.

12. મીન:
મીન રાશિના લોકોને મંગળની ઉલ્ટી ચાલથી માનસિક સમસ્યાઓ કે તણાવ આવી શકે તેમ છે. જીવનસાથી સાથે પણ કોઈ મનમુટાવ થઇ શકે તેમ છે.

ઉપાય:
જો તમે મંગળગ્રહની વક્રી ચાલથી થતી અશુભ અસરથી બચવા માગો છો તો આ ઉપાયથી તમે મંગળની કૃપા અને આશીર્વાદ મેળવી શકો છો. તેના માટે મંગળવારના દિવસે લાલ રંગની વસ્તુઓનું દાન કરો. મંગળ ગ્રહની કથા વાંચો. મંગળવારે શિવ ભગવાનને લાલ ચંદન અર્પણ કરો અને હનુમાનજીની પણ પૂજા કરો. આ ઉપાય કરવાથી જીવનની સમસ્યાઓનું નિવારણ આવી જશે.

Team Dharmik