મકરસંક્રાંતિના દિવસે આ 6 વસ્તુઓનું કરો દાન, જીવનમાં ક્યારેય નહિ આવે ધનની ખોટ

મકરસંક્રાંતિનો તહેવાર ખુબ જ ખાસ માનવામાં આવે છે. આજના દિવસે પતંગો ચગાવવાની સાથે સાથે દાન-પુણ્ય કરવાનો પણ અનેરો મહિમા છે. કહેવાય છે કે આજના દીસવે કરેલું ખાસ દાન જીવનમાં ખુબ જ ઉપયોગી થાય છે. જેના કારણે મકરસક્રાંતિના દિવસે ઘણા લોકો દાન કરતા હોય છે. આજે અમે તમને જણાવીશું મકરસક્રાંતિના દિવસે એવી 6 વસ્તુઓનું દાન જે તમને જીવનમાં ક્યારેય પૈસાની ખોટ નહિ આવવા દે.

1. તલ:
મકરસક્રાંતિના દિવસે તલનું દાન કરવું ખુબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણોને તલમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવું ખુબ જ પુણ્યકારી માનવામાં આવે છે. આ ઉપરાંત આજના દીસવે ભગવાન વિષ્ણુ, સૂર્ય દેવ અને શનિદેવની પણ તલથી પૂજા કરવી શુભ માનવામાં આવૅ છે. એવું માનવામાં આવે છે કે શનિદેવ પોતાના ક્રોધિત પિતા સૂર્યદેવની પૂજા કાળા તલથી જ કરી હતી જેના કારણે સૂર્ય દેવ પ્રસન્ન થયા હતા. મકરસક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી શનિ દોષને પણ દૂર કરી શકાય છે.

2. ધાબળા:
મકરસંક્રાંતિના દિવસે ખાસ જરૂરિયાત વાળા લોકોને ધાબળાનું દાન કરવું જોઈએ. જે ખુબ જ શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ધાબળાનું દાન કરવાથી રાહુના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.

3. ખીચડી:
ઉત્તરાયણના દિવસે ખીચડીનું દાન કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને આજના દિવસે ચોખા અને અડદની દાળની બનેલી ખીચડીનું દાન કરવું. માન્યતા છે કે અડદ કે દાન કરવાથી શનિ દોષ દૂર થાય છે. તો ચોખાનું દાન કરવું ફળદાયક માનવામાં આવે છે.

4. ઘી:
સૂર્ય અને ગુરુને પ્રસન્ન કરવા માટે ઘી ખુબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે ગુરુવારના દિવસે મકરસંક્રાંતિ પર્વ હોવાના કારણે ઘીના દાનનું મહત્વ વધી જાય છે. માન્યતા છે કે મકરસક્રાંતિના દિવસે શુદ્ધ ઘીનું દાન કરવાથી ઘરની અંદર સુખ સમૃદ્ધિ અને ધનનું આગમન થાય છે.

5. કપડાં:
મકરસક્રાંતિના દિવસે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને નવા કપડાંનું દાન જરૂર કરવું જોઈએ. એવું કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આ આજના દિવસે કરવામાં આવેલું વસ્ત્ર દાન મહાદાન કહેવાય છે.

6. ગોળ:
ગોળ ગુરુને પ્રિય માનવામાં આવે છે, અને આ વખતે ઉત્તરાયણ ગુરુવારના દિવસે આવે છે. જેના કારણે આજના દિવસે ગોળનું દાન કરવાથી ગુરુની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ગોળ ખાવું પણ શુભ માનવામાં આવે છે. તમે ગોળ અને તલના લાડુ બનાવીને તેનું પણ દાન કરી શકો છો.

Dharmik Duniya Team