ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં એક NRI માઇભકતે મંદિરને સુવર્ણમય બનાવવા ચઢાવ્યું આટલા લાખ રૂપિયાનું સોનુ

ગુજરાતની અંદર ઘણા બધા પવિત્ર યાત્રા ધામો આવેલા છે અને ઘણા યાત્રાધામનો મહિમા પણ અનેરો છે. એવું જ એક યાત્રાધામ છે અંબાજી. જ્યાં મા અંબાની ભક્તિ આરાધના કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે જતા હોય છે, સાથે જ માતાજીને ભેટ સોગાદ પણ અર્પણ કરતા હોય છે.

ત્યારે હાલમાં જ ગત મંગળવારના રોજ એક NRI માઇભક્ત દ્વારા મંદિરને સુવર્ણમય કરવા માટે 100 ગ્રામ સોનુ ભેટ આપવામાં આવ્યું હતું. આ ભક્ત દ્વારા અંબાજી મંદિરને સુવર્ણથી મઢવા માટે આ દાન કરવામાં આવ્યું છે. આ દાન આપનાર માઇભકતે પોતાનું નામ પણ જાહેર નથી કર્યું.

તમને જાણવી દઈએ કે હાલમાં મંદિરને સુવર્ણમય બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામને સરકાર દ્વારા પણ મંજૂરી આપી દેવામાં આવી છે. જે અંતર્ગત ઘણાબધા માઈભક્તો દ્વારા સોનાનું દાન કરવામાં આવી રહ્યું છે, તે જ શ્રેણીમાં આ એનઆરઆઈ ભક્ત દ્વારા પણ રૂપિયા 4,90,000નું 100 ગ્રામ સોનુ ભેટ ધરવામાં આવ્યું હતું.

આ બાબાતે મંદિરના ઇન્સ્પેકટર સતીષભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે “એનઆરઆઇ પરિવાર દ્વારા માતાજીની પૂજા-અર્ચના કર્યા પછી સોનું ભેટ અપાયું હતુ. દરમિયાન મંગળવારે મંદિર દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જ્યાં માઇભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.”

Dharmik Duniya Team