મહાવિનાશ કેવી રીતે થશે? વિષ્ણુ પુરાણમાં કળિયુગની સૌથી ચોંકાવનારી ભવિષ્યવાણી

હિન્દૂ ધર્મમાં વિષ્ણુપુરાણને લઈને ઘણી માન્યતાઓ છે. હિન્દૂ ધર્મ અનુસાર જીવન ચક્ર ચાર અવધિઓમાં થાય છે – સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. પુરાણો અનુસાર માનવામાં આવે છે કે કલિયુગ ખતમ થયા બાદ આ દુનિયા સમાપ્ત થઇ જશે. વિષ્ણુ પુરાણમાં કલિયુગના રૂપનું વર્ણન કરતા ઘણી એવી વાતો લખવામાં આવેલી છે કે જેને વાંચીને તમને એવું થશે કે આવી પરિસ્થિતિઓમાંથી તો રોજ પસાર થવું પડે છે. તો  ચાલો તમને જણાવીએ કે પુરાણો અનુસાર, જયારે કળિયુગનો અંત આવશે ત્યારે સૃષ્ટિ કયા પ્રકારના બદલાવો આવશે.

વ્યક્તિનું જીવન –
વ્યકતિના જીવનમાંથી ધર્મનું મહત્વ, ધીરજ, પ્રેમ અને સહયોગની ભાવના સમાપ્ત થઇ જશે.

પુરુષત્વ –
ફક્ત શારીરિક ઇચ્છાઓની પૂર્તિ માટે જ સ્ત્રી-પુરુષ સકબીજાને સાથે રહેશે. પુરુષત્વનો અર્થ ફક્ત પુરુષની સંભોગ શક્તિ સાથે જ જોડીને જોવામાં આવશે.

ભ્રષ્ટાચાર –
ધરતી ભ્રષ્ટ લોકોથી ભરાઈ જશે અને આ જ ભ્રષ્ટ લોકોમાં જે સૌથી વધુ તાકતવર હશે એ જ સત્તાને ભોગવશે.

જીવનભરની કમાણી અહીં લાગી જશે –
કળિયુગમાં લોકોનું બધું જ ધન સંગ્રહ ઘર બનાવવામાં સમાપ્ત થઇ જશે. જે આપણે જોઈ રહયા છીએ કે લોકો મોટો ફ્લેક કે બંગલો ખરીદીને જીવનભર ઇએમઆઇ જ ભરતા રહે છે. જ્યારે કેટલાક લોકો જીવનભરની બચતથી સેવાનિવૃત્ત થયા બાદ મકાન બનાવવામાં લગાવી દે છે.

હવામાનની પરિસ્થિતિ –
હવામાનની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણથી બહાર જતી રહેશે. ભારે ઠંડી, ગરમી અને બરફને કારણે તાપમાન વધુ ખરાબ થશે. આ જ કારણે મનુષ્ય તરસ, ભૂખ અને રોગોથી પીડિત થઇ જશે.

પ્રલયનું વર્ણન –
વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે કળિયુગ જેમ-જેમ અંત તરફ વધશે સૃષ્ટિ પ્રલય તરફ વધતી જશે. વધતી ગરમી સૌથી પહેલા પૃથ્વીને જળપ્રલયથી વિનાશ તરફ લઇ જશે. લોકો વરસાદ માટે તરસશે પણ વરસાદ નહિ આવે અને દુકાળને કારણે ખેતી નષ્ટ થઇ જશે. નદી તળાવ, જળાશય સુકાઈ જશે, ધરતી ફાટવા લાગશે અને લોકો પાણી માટે તરસવા લાગશે.

લોકો ભૂત-પ્રેતને દેવતા માનીને પૂજા કરશે –
પુરાણો અનુસાર, કળિયુગમાં જે વ્યક્તિના મુખેથી જે નીકળી જશે એને શાસ્ત્ર સમજવામાં આવશે. લોકો ભૂત-પ્રેતને દેવતા માનીને પૂજા કરશે અને અધર્મી પાંખડી કરીને સાધુ-સંત કહેવાશે.

વૃદ્ધોની રક્ષા –
કળિયુગમાં વ્યક્તિની ઉમર વધુમાં વધુ 50 વર્ષ રહી જશે અને તેઓ પોતાના વડીલોની રક્ષા કે દેખરેખ નહિ કરી શકે.

કળિયુગમાં ટેક્સ –
કળિયુગ આવવા પર રાજા પ્રજાની રક્ષા નહિ કરે પણ કર લેવાના બહાને પ્રજાનું જ ધન છીનવી લેશે. રાજા પ્રજાપાલક નહિ પરંતુ પ્રજા રાજાની પાલક બનશે.

કળિયુગમાં ધનનું શું થશે? –
કળિયુગમાં ઓછા ધનથી પણ લોકો ધનવાન હોવાનો ગર્વ લેશે અને ધનવાન જ પૂજનીય બની જશે, મનુષ્યના અન્ય ગુણ ગૌણ થઇ જશે.

સ્ત્રીઓમાં કેશનો મોહ વધશે –
કેશોથી જ સ્ત્રીઓની સુંદરતાનું અભિમાન હશે અને એટલે જ કેશસજ્જા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. મહિલાઓ વાળની સજાવટ પર ધન ખર્ચ કરશે.

ધરતી પર ગાય –
પુરાણો અનુસાર, કળિયુગની સમાપ્તિ પહેલા લોકો માછલી ખાઈને અને બકરીનું દૂધ પીને જીવન વ્યતીત કરશે કારણ કે ધરતી પર એક પણ ગાય નહિ બચે.

લોકોની ઉમર રહી જશે આટલી –
વેદમાર્ગનો લોપ, મનુષ્યમાં પાખંડની પ્રચુરતા અને અધર્મની વૃદ્ધિ થવાથી પ્રજાનું આયુષ્ય ઓછું થઇ જશે અને લોકોની સામાન્ય ઉંમર ઘટીને 20 વર્ષ રહી જશે. છોકરીઓ માત્ર 7-8 વર્ષની ઉંમરમાં જ ગર્ભ ધારણ કરવા લાગશે.

મહિલાઓનો સ્વભાવ –
મહિલાઓ ખૂબ જ કડવું બોલવા લાગશે અને તેમના ચરિત્રમાં નકારાત્મકતા ઘર ચુકી હશે, તેમના પર ન તો પિતાનું કે ન તો પતિનું જોર હશે.

કળિયુગમાં અન્ન અને શાકભાજી –
કળિયુગમાં ધાનનો આકાર અત્યંત નાનો થઇ જશે અને શાકભાજી અને ફળોમાં રસનો અભાવ થઇ જશે. આનું કારણ એ છે કે ધરતી પર જળસ્તર ઘટી જશે.

કળિયુગમાં ખાન-પાનનો વ્યવહાર –
કળિયુગમાં લોકો સ્નાન કર્યા વિના જ ભોજન કરશે, લોકો કોઈ પણ રીતે ફક્ત પોતાનું પેટ ભરવાથી મતલબ રાખશે. ભગવાનને ભોગ લગાવ્યા વિના ભોજન ગ્રહણ કરશે.

સ્વચ્છંદ જીવન –
ધરતી પર રહેનાર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે વૈદિક અને ધાર્મિક કાર્યોમાં રુચિ નહિ લે, એ એક સ્વચ્છંદ જીવન જીવશે.

વાળનું સફેદ થવું –
કળિયુગમાં લોકોના વાળ ઓછી ઉંમરમાં જ સફેદ થવા લેશે. 12 વર્ષની ઉંમરમાં જ લોકોના વાળ પાકવા લાગશે.

દુકાળના કારણે આત્મહત્યા –
ખેડૂતો દુકાળના કારણે આત્મહત્યા કરશે અને તમને આ તો સાંભળવા મળ્યું પણ હશે કે ઘણીવાર ખેડૂતોએ આત્મહત્યા કરી હોય.

Duniya Dharmik