સંસારમાં જે પણ આવે છે તે પોતાની કિસ્મત સાથે લઈને આવે છે, આવી રીતે જાણો કે કેટલા કિસ્મતવાળા છો તમે

ભાગ્ય તો આપણા બધાનું એક જ છે, જેને કોઈ બદલી નથી શક્તું. શાસ્ત્રોના આધારે આ સંસારમાં જે પણ આવે છે તે પોતાનું ભાગ્ય સાથે જ લઈને આવે છે. જ્યોતિષકારોના આધારે માથું(મસ્તક)અને વાળની પકૃતિથી પણ જાણી શકાય છે કે વ્યક્તિ કેટલો કિસ્મતવાળો છે. આવો તો જાણીએ.

1. જે લોકોનું મસ્તક(માથું) ઊંચું હોય છે તે સૌભાગ્યશાળી અને ધનવાન હોય છે.

2. જે લોકોનું માથું વચ્ચેના ભાગેથી દબાયેલું હોય, ઉભરાયેલું હોય અને નાની નાની રૂંવાટી હોય એવો વ્યક્તિ ભાગ્યશાળી માનવામાં આવે છે. સમાજમાં તેનું વિશેષ માન-સન્માન હોય છે તેમજ આવો વ્યક્તિ વિલીક્ષણ બુદ્ધિનો સ્વામી હોય છે.

3. આગળથી થોડી ટાલ એટલે કે ઓછા વાળ હોય અને વાળની લહેર થોડી પાછળની તરફ હોય, તેવો વ્યક્તિ દરેક કામને ચતુરાઈ પૂર્વક કરે છે અને સફળતાની ઊંચાઇઓને મેળવે છે.

4. જે લોકોને વાળમાં થોડા થોડા સફેદ વાળ હોય છે તેઓ ચતુર અને અહંકારી હોય છે. આ લોકો બોલવામા નિપુણ હોવાથી પોતાના ભાષણ દ્વારા અન્ય લોકોને પોતાના પર આકર્ષિત કરવાનું વલણ ધરાવે છે.

5. જે લોકો માથા પર ચોટી રાખે છે તેઓ ધાર્મિક પ્રકૃતિના હોય છે અને ભગવાનમાં ખુબ જ આસ્થા અને વિશ્વાસ રાખે છે. આ લોકો અંદરથી રહસ્યવાદી હોય છે.

6. કોમળ અને મુલાયમ વાળ વાળા લોકો ખુબ ભાગ્યશાળી હોય છે.

7. નાના અને ઘટાદાર વાળ ધરાવતા લોક્કો નિર્ધન હોય છે. મનની વાત મનમાં રાખનારા આવા લોકો પોતાના રહસ્યને કોઈની પણ સામે ખુલ્લું નથી કરતા.

Team Dharmik