નવરાત્રીમાં 9 દિવસ ઘરમાં કરો લાલ કિતાબના આ 9 નુસ્ખાઓ, ભરાઈ જશે ઘરમાં ધનના ભંડાર

થોડા જ દિવસોમાં હવે નવરાત્રીની શરૂઆત થવાની છે, જો કે આ કોરોના મહામારીના કારણે દર વર્ષની જેમ નવરાત્રીના મોટા ઉત્સવો નહિ ઉજવાય પરંતુ ભક્તો સાચા મન અને શ્રદ્ધાથી માતાજીની આરાધના જરૂર કરશે. આ નવ દિવસ માતાજીની ભક્તિ જો સાચી શ્રદ્ધા અને ભાવનાથી કરવામાં આવે તો માતાજીની કૃપા જરૂર વરસશે, આજે અમે તમને લાલ કિતાબમાં જણાવેલ એવા જ 9 નુસ્ખાઓ જણાવીશું, જે તમે આ નવરાત્રીના નવ દિવસોમાં કરશો તો તમારું ઘર પણ ધન ધાન્યથી ભરાઈ જશે.

1. નવરાત્રીના પહેલા દિવસથી જ નવ દિવસ સુધી સતત હનુમાનજીના મંદિરમાં જઈને તેમને પાનનું બીડું ચઢાવવું. આ બીડું તમારે જાતે જ બનાવવું છે. નવ દિવસ સુધી કરવામાં આવેલા આ કામના કારણે તમારા મનની દરેક ઈચ્છા જરૂર પૂર્ણ થશે.

2. જો તમારા ઉપર કોઈ તાંત્રિક ટોટકો કરવામાં આવ્યો હોય કે પછી તમે કોઈ રોગથી પીડિત હોય તો તમારે માતાજીની અખંડ જ્યોત નવ દિવસ સુધી પ્રગટાવીને રાખવી જોઈએ. જો આવું ના કરી શકો તો માતાજીની સામે સવાર-સાંજ ઘીનો દિપક પ્રગટાવો જેમાં 4 લવિંગ નાખી દેવા.

3. તમારા મનની કોઈ ઈચ્છા પૂર્ણ નથી થઇ રહી તો નવરાત્રીના નવ દિવસ પાંચ પ્રકારના સૂકા મેવા લાલ ચૂંદડીમાં રાખીને માતાજીને માને ભોગ લગાવો અને ત્યારબાદ એ ભોગનું સેવન ફક્ત તમે જ કરો.

4. માતાજી પાસે કોઈ મનોકામના પૂરતી કરવા માંગો છો તો નવરાત્રીના નવ દિવસોમાં માતાજીના મંદિરમાં કોઈ એક દિવસ લાલ ધજા જરૂર ચઢાવો.

5. ધનની પ્રાપ્તિ માટે નવરાત્રીના નવ દિવસ રોજ એક નિશ્ચિત સમય ઉપર માતાજીને પાન ઉપર સોપારી અને સિક્કો રાખીને સમર્પિત જરૂર કરવો.

6. માતાજી પાસે સુખ અને ઐશ્વર્યનો આશીર્વાદ મેળવવા માંગો છો તો નવ દિવસ સુધી સતત 7 ઈલાયચી અને સાકરનો ભોગ લગાવો. આ ભોગનું સેવન દંપતીએ જ કરવું જોઈએ.

7. જો તમે આર્થિક સંકટ અથવા તો દેવામાં સપડાઈ ગયા હોય તો નવરાત્રીમાં મખાનાની સાથે સિક્કો ભેળવી માતાજીને અર્પિત કરો અને ત્યારબાદ તેને ગરીબોમાં વહેંચી દેવા.

8. નવરાત્રીમાં પહેલા અને બીજા દિવસે એમ કરી અને બે દિવસ સતત નવ કન્યાઓને ભોજન કરાવવું અને તેમની પૂજા કરી તેમને દક્ષિણા ભેટમાં આપવી.  આ ઉપય તમારા ઘર પરિવાર ઉપર આવનારા દરેક સંકટને દૂર કરશે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે.

9. નવરાત્રીમાં ઘરની અંદર સોના અથવા ચાંદીની કોઈ શુભ સામગ્રી જેવી કે સાથિયો, ૐ, શ્રી, હાથી, કળશ, દિપક,ગરુડ, ઘંટડી, પાત્ર, કમળ, શ્રીયંત્ર, આચમની, મુકુટ, ત્રિશુળ જેવી વસ્તુઓ ખરીદીને માતાજીના ચરણોમાં સમર્પિત કરી દેવી અને નવરાત્રીના અંતિમ દિવસે આ સામગ્રીને ગુલાબી કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવી. આ ઉપાયથી તમારા ઘરમાં ધનવર્ષા થશે.

Dharmik Duniya Team