Trending

ગુજરાતના આ ગામમાં તળાવના પાણીનો રંગ થયો ગુલાબી, નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી જોડાઈ આસ્થા

આપણો દેશ ધર્મ પ્રધાન દેશ છે અને તેમાં પણ ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ઘણા સંત મહંતો થઇ ગયા અને ભગવાન પણ ગુજરાતની ધરતી ઉપર અવતર્યા છે. ત્યારે ગુજરાતના ઘણા ગામો અને ઘણા શહેરોની અંદરથી ઘણીવાર વાતો આવતી હોય છે કે માતાજીએ અથવા ભાગવાને પરચા આપ્યા અને ઈશ્વરના આ સાક્ષાત્કારને જોવા માટે ભક્તોના ઘોડાપુર ઉમટે છે. અનેક ચમત્કારિક ઘટના ગુજરાત સહિત દેશભરમાંથી સામે આવતી હોય છે ત્યારે હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે જેનાથી લોકોની આસ્થા જોડાઇ છે.

બનાસકાઠાંના વાવના કોરેટી ગામના તળાવમાં અચાનક પાણીનો કલર ગુલાબી થઇ જતાં લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતુ અને કૂતુહલ પણ જાગ્યુ હતુ. જોકે તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થાઓ પણ જોડાઇ છે. જયારેક કેટલાક લોકો આને ચમત્કાર કહી રહ્યા છો તો કેટલાક લોકો આને વૈજ્ઞાનિક ઘટના હોવાનું માની રહ્યા છે. સતત સાત દિવસથી આ તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ ગયો છે.

ગુલાબી સરોવરો વિવિધ પરિબળોના સંયોજનથી ઉદભવે છે, જેમાં આબોહવા અને તેમની નીચે ખંડની જળવિજ્ઞાન, ખાસ કરીને ખારાશનું સ્તર જવાબદાર હોય છે. જણાવી દઇએ કે, વિશ્વમાં પીક સરોવર એ એક પ્રકારના સોલ્ટ લેક હોવાનું માલુમ પડ્યું છે. પરંતુ તળાવની વચ્ચે મંદિર હોવાને કારણે લોકો આ ઘટનાને ચમત્કાર સાથે જોડી રહ્યા છે. અહીં હજારો વર્ષ જૂનું ભગવાનનું મંદિર છે અને અહીં પાંડવોએ પૂજા કરી છે તેમજ મંદિરના ચમત્કારે આ તળાવે લાખો હજારો લીટર પાણીમાં ગુલાલ નાખ્યો હોઈ એવો ઘાટો ગુલાબી રંગ પકડી લીધો છે.

આ ઘટનાને લીધે આખું ગામ આશ્ચર્યમાં છે. એક સ્થાનિક અનુસાર, આ શંકર ભગવાનનો ખરેખર ચમત્કાર છે. અમે શ્રદ્ધાથી એને નમન કરીએ છીએ. પાણીને માથા પર ચડાવીને આ શંકર ભગવાનનું વરદાન હોય એમ માનીએ છીએ. જો તે, સરહદી વિસ્તારમાં અચાનક તળાવના પાણીનો રંગ બદલાવાના અજીબ કિસ્સાએ લોકોને ભારે અચરજ પમાડ્યું છે.