ઘરે રહેલા તુલસીના છોડમાં ચુપચાપ રાખી દો આ એક જ વસ્તુ, જોઈ લો પછી અદભુત ચમત્કાર

તુલસીને આપણા ધર્મમાં ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. દરેક પૂજાની અંદર તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસીના ઘણા આયુર્વેદિક ગુણો છે જે આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ જ્યોતિષમાં તુલસીના ઘણા ચમત્કારિક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. આજે અમે તેમને એક એવો જ ઉપાય જણાવવાના છીએ. તુલસીના છોડની અંદર માત્ર એક જ વસ્તુ રાખી દેવાથી તમારી ઘણી બધી મુશ્કેલીઓ તરત જ દૂર થઇ જશે.

1. કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા:
કલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે તુલસીના છોડની અંદર એક નાનો ચાંદીનો સાપ દબાવી દેવો. અને રોજ તુલસીના છોડનું ધૂપ કરવું. આમ કરવાથી દોષ દૂર થઇ જશે.

2. સૌભાગ્ય પ્રાપ્તિ માટે:
સૌભાગ્ય પ્રાપ્તિ માટે તુલસીના છોડ ઉપર રોજ જળ ચઢાવવું. સાથે જ સાંજના સમયે દેશી ઘીનો દિપક કરવો. આમ કરવાથી દોષ દૂર થઇ જશે.

3. ધન પ્રાપ્તિ માટે:
ધન પ્રાપ્તિ માટે ગુરુવારના દિવસે તુલસીના છોડની અંદર એક રૂપિયાનો સિક્કો દબાવી દેવો અને ત્યારબાદ તુલસી માતાને લાલ ચૂંદડી ઓઢાવી દેવી. આમ કરવાથી વિષ્ણુ ભગવનની કૃપા મળશે.

4. પિતૃ દોષથી મુક્તિ મેળવવા:
પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે તુલસીના છોડની બાજુમાં એક કાળા ધતુરાનો છોડ લગાવી દેવો. જ્યોતિષ પ્રમાણે રોજ સવારે તુલસી અને ધતુરાના છોડમાં દૂધ ચઢાવવાથી દોષમાંથી મુક્તિ મળે છે.

5. કષ્ટ અને દોષ દૂર કરવા:
જીવનમાં આવેલા તમામ કષ્ટ અને દોષ દૂર કરવા માટે તુલસીના છોડની સાથે શાલિગ્રામ પણ લગાવી દેવું. એવું કહેવામાં આવે છે કે તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે થયા હતા જેના કારણે આમ કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મળે છે.

Dharmik Duniya Team