ધનની ચિંતાથી હંમેશા માટે છુટકારો મેળવવા માટે લોટના ડબ્બામાં રાખી દો ફક્ત આ એક જ વસ્તુ અને પછી જુઓ ચમત્કાર

આજના સમયમાં ધન મોટાભાગના લોકોની સૌથી પહેલી જરૂરિયાત છે. ઘણા લોકો કઠોર પરિશ્રમ કરવા છતાં પણ તેમને યોગ્ય ફળ પ્રાપ્ત થતા નથી, જેના કારણે તે વ્યક્તિ કિસ્મતને દોષ આપતો હોય છે. પરંતુ જ્યોતિષમાં જણાવેલ કેટલાક ઉપાયો તમને માલામાલ કરી શકે છે. એવો જ એક ઉપાય આજે અમે તમને જણાવીશું જેના દ્વારા તમે પણ તમારી ખરાબ કિસ્મતને દૂર કરી અને ધન સંપત્તિના માલિક બની શકશો.

ધનવાન થવું દરેકને ગમતું હોય છે એ પછી ગરીબ હોય કે મધ્યમવર્ગના પરંતુ ઘણીવાર આપણી કિસ્મત આપણો સાથ ના આપે ત્યારે માત્ર આપણા સપના સપના જ રહી જતા હોય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કિસ્મતને બદલવાના પણ ઘણા ઉપાયો છે એવો જ એક ઉપાય છે લોટના ડબ્બામાં એક ખાસ વસ્તુ રાખવાનો, જેનાથી તમે માલામાલ બની શકો છો.

તુલસીના પાન છે ચમત્કારિક:
તુલસી હિન્દૂ ધર્મમાં ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પણ તુલસી અતિ પ્રિય છે અને એવું કહેવાય છે કે તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ રહેલો હોય છે. જેના કારણે મોટાભાગના ઘરના આંગણામાં એક તુલસીનો છોડ જોવા મળે છે, તેની પૂજા પણ કરવામાં આવે છે. તુલસીના આયુર્વેદિક રીતે પણ ઘણા ઉપાય છે તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તુલસી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે. તુલસીનો છોડ માત્ર વાવવાથી ઘરમાં ક્યારેય પૈસાની અછત રહેતી નથી.

આ રીતે કરો લોટનો ઉપાય:
શનિવારના દિવસે ઘરની અંદર જ 100 ગ્રામ ઘઉં અને તેમાં થોડી ચણાની દાળ અથવ ચણા નાખીને પીસી લેવા. આ લોટને કોઈ ડબ્બામાં ભરતા પહેલા તેમાં 11 તુલસીના પાન અને 2 કેસરના વારા મૂકી દેવા.

ખાસ આ વાતનું રાખો ધ્યાન:
આ ઉપાય ખુબ જ ચુપચાપ રીતે જ કરવાનો છે. સાથે આ ઉપાય કરવા માટે ખાસ શનિવારનો દિવસ પસંદ કરવો અને લોટ પોતાના ઘરની અંદર જ પીસવાનો છે. આ ઉપાય કરવાથી થોડા જ દિવસમાં તમારા ઘરની અંદરથી આર્થિક સંકટ દૂર થઇ જશે. અને લક્ષ્મી માતાજીની કૃપા તમારા ઘર  ઉપર વરસવાની પણ શરૂ થઇ જશે.

આ ઉપાય પણ તમને બનાવી શકે છે ધનવાન:
જો તમે ઘરની અંદર સોનુ અને શુદ્ધ કેસરને એક સાથે રાખો છો તો માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર ઉપર અવશ્ય પડે છે. આ ઉપરાંત હંમેશા પૂજા કર્યા બાદ ઘરના બારણાં અને ઉંબરાનું પણ પૂજન કરવું. ઉંબરા ઉપર સ્વસ્તિક અને દીવો કરવાથી પણ લક્ષ્મી માતાજીનો ઘરમાં વાસ થાય છે.

સોપારીનો આ ઉપાય પણ બનશે ફાયદાકારક:
ધનની કમી દૂર કરવા માટે સોપારી પણ ઘણી જ ફળદાયક નિવળે છે. તેના માટે તમારે એક આખી સોપારી લઈને તેના ઉપર નાડાછડી બાંધી દેવી. ત્યારબાદ તેને પૂજામાં રાખીને યોગ્ય રીતે પૂજા કાર્ય બાદ એક સ્વચ્છ કપડામાં લપેટીને તેને તિજોરીમાં રાખી દેવાથી પણ ઘરમાં ધન વૈભવ વધશે, કારણ કે સોપારી એ ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે.

Dharmik Duniya Team