દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી દે છે પાણીથી જોડાયેલ આ વસ્તુઓ, જાણો વાસ્તુના ખાસ નિયમ

જો તમે પણ તમારા દુર્ભાગ્યથી હેરાન થઇ ચુક્યા હોવ અને તમને એવું લાગી રહ્યું હોય કે તમારી સાથે કઈ પણ તમારા પ્રમાણે ના થઇ રહ્યું હોય તો તમારે તમારા ઘરમાં પાણીથી જોડાયેલ કેટલીક વસ્તુઓ રાખવી ખુબ જ જરૂરી છે. આમ પાણીનો ફુવારો, પાણીની તસવીર અને બીજી ઘણી વસ્તુઓ શામેલ છે. જોકે આ બધી વસ્તુઓને તેની દિશા અનુસાર જ ઘરે રાખવું જોઈએ. ઘરમાં સૌભાગ્ય લાવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા બધા ઉપાય બતાવવામાં આવ્યા છે. સાથે જ કેટલીક ભૂલથી બચવા માટે પણ કહેવામાં આવ્યું છે.

1.પાણીનો ફુવારો: ઘરે પાણીનો ફુવારો રાખવા માટે સૌથી સારી જગ્યા ઉત્તર કે દક્ષિણ-પૂર્વ છે. એવું કરવાથી ઘરમાં સૌભાગ્ય આવે છે. ધનની આવક વધે છે. જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે.

2.પાણીની તસવીર: જો ઘરના સદસ્યો અને ફેમિલી બિઝનેસને નુકસાનથી બચાવવા માંગતા હોવ તો ઘરના હોલમાં કે બાલ્કનીમાં પાણી સાથે જોડાયેલી કોઈ પણ તસવીર લગાવવી જોઈએ. પાણી વાળું કોઈ પણ શો પીસ રાખી શકાય છે. આના કારણે દિવસે ડબલ અને રાત્રે ચાર ગણી તરક્કી થશે.

3.માટીના વાસણો: ઘરમાં ધન ધાન્ય વધારવા માટે ઉત્તર પૂર્વ દિશામાં માટીના વાસણ કે સુરાહી પાણીમાં પલાળીને રાખવું જોઈએ. આવું કરવાથી તરક્કીમાં આવી રહેલ અડચણ દૂર થાય છે સાથે જ ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે.

4.વોટરફોલ: ઘરે મોટો બગીચો હોય તો તેમાં વોટરફોલ લગાવવું ખુબ જ શુભ સાબિત થાય છે પરંતુ ધ્યાન રાખવું કે તેના પાણીનો પ્રવાહ તમારા ઘર બાજુ હોય નહિ તો ફાયદાની જગ્યાએ નુકશાન થશે.

5.રસોડામાં પીવાનું પાણી: પાણીથી જોડાયેલ તસવીર, વોટરફોલ કે પાણીવાળો શો પીસ રસોડામાં રાખવાની ભૂલ ના કરવી જોઈએ. રસોડામાં ખાલી પીવાનું અને જમવાનું બનાવવા માટેનું પાણી જ રાખવું જોઈએ નહિ તો નુકસાન થઇ શકે છે.

Team Dharmik