જામનગરમાં આવેલ આ રામદેવપીરના દર્શન કરી દંપતિને પ્રાપ્ત થાય છે સંતાન સુખ

રામદેવપીરના ભક્તો જરૂર વાંચજો – આ મંદિર જ્યાં માત્ર દર્શન કરવાથી જે દંપતીને સંતાનપ્રાપ્તિનું સુખના હોય તે સુખ પ્રાપ્ત થાય છે

આપણા દેશ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ઘણા ભગવાન અને માતાજીના મંદિરો છે,  જે મંદિરોમાં હજારો-લાખો લોકો ભગવાનના દર્શન માટે આવતા હોય છે. ત્યારે કેટલાક મંદિરોમાં તો ઘણા ચમત્કારના કિસ્સા પણ તમે કોઇના મોઢે સાંભળ્યા હશે કે જોયા હશે. ત્યાં જ એવું જ એક મંદિર છે ગુજરાતના જામનગરના કાલાવાડ નજીક એક ગામ છે ત્યાં રામદેવપીરનું. આ મંદિરની જે જગ્યા છે તેને જુનારણુજા કહેવામાં આવે છે.

આ મંદિરમાં લોકો મોટી સંખ્યામાં તેમના દર્શન કરવા આવે છે. બધા પોતાના દુખોનો નાશ કરવા માટે પ્રાર્થના કરે છે અને તેઓ ખુશીથી પાછા પણ ફરતા હોય છે. આ ઉપરાંત કોઇ દંપતિને સંતાન ન થતુ હોય તો પણ તેઓ આ મંદિરે દર્શન કરવા આવતા હોય છે. દંપતિ સંતાન થયા બાદ અહીં આવે છે અને તેમના દીકરા કે દીકરીનો ફોટો લગાવી ભગવાનના દર્શન કરે છે અને સારા જીવનની મનોકામના લઇ પણ લોકો આવતા હોય છે. આ મંદિર સાથે જોડાયેલ ઇતિહાસ ઘણો રસપ્રદ છે.

એક હિરાબાઇ નામના વ્યક્તિ અહીં ઘેટા-બકરા ચરાવવા આવતા હતા અને તેમને રામદેવપીરમાં ઘણી શ્રદ્ધા હતી. એક દિવસ રામદેવપીરે હિરાબાઇને પરચો આપ્યો હતો. તે બાદ તેમણે આ જગ્યાએ નાનું મંદિર બનાવ્યુ. પૂજા-અર્ચના કરવાનું શરૂ કર્યુ. તે સમયથી તેઓ હીરા ભગત તરીકે ઓળખાવા લાગ્યા. આ મંદિરમાં ઘણા દુરદુરથી લોકો રામદેવપીરના દર્શન માટે આવે છે.

Team Dharmik