આ 4 મહિલાઓનું અપમાન કરશો તો ભવિષ્યમાં થશે મોટું નુકસાન, જાણો શું કહે છે ધર્મગ્રંથ

ધાર્મિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાઓનું સમ્માન હંમેશા કરવું જોઈએ. મહિલાના સમ્માનનો કોઈ પાઠ નથી ભણાવી શકાતો. આપણે ફક્ત આપણા ઘરની જ નહીં પરંતુ બધી જ મહિલાઓનું સમ્માન કરવું જોઈએ. મહિલાઓનું સમ્માન જ આપણા સંસ્કારનો પરિચય આપે છે. હિન્દૂ ધર્મના પવિત્ર ગ્રંથ રામચરિત માનસમાં માનવામાં આવ્યું છે કે, મહિલાઓનું સમ્માન હંમેશા અને દરેક સ્થિતિમાં કરવું જોઈએ. આ સાથે જ લખવામાં આવ્યું છે કે, તમારાથી જોડાયેલી મહિલાનું અપમાન કરવામાં આવે તો તે ભવિષ્ય માટે હાનિકારક છે.

રામચરિત માનસ અનુસાર, માનવામાં આવે છે કે, તમારા નાના ભાઈની પત્ની પર ક્યારે પણ ખરાબ નજર કરવી જોઈએ નથી તે વહુ સમાન હોય છે. આ કરવાવાળા લોકોને જીવનમાં કર્મનું પરિણામ ખરાબ જ મળે છે. આ પ્રકારના પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી કરી શકાતું.
પુત્રની પત્ની વહુ તમારા ખુદની દીકરી સમાન હોય છે. તેની રક્ષા કરવી ફક્ત કર્મ જ નહીં પરંતુ મનુષ્ય ધર્મ પણ માનવામાં આવે છે. ક્યારે પણ ભૂલથી પણ વહુનું અપમાન ના કરવું જોઈએ. એના અપમાનના સમયે ચૂપ રહેવું જોઈએ. કોઈ પણ સ્થિતિમાં હંમેશા તમારી પુત્રવધુનું સમર્થન કરવું જોઈએ.

શાસ્ત્રો અનુસાર, જોવામાં આવે તો મહિલાનું સમ્માન દરેક સ્થિતિમાં કરવું જોઈએ. તેનાથી જ આ સંસારની ઉત્પત્તિ થાય છે. માનવામાં આવે છે કે, તમારી દીકરીનું સમ્માન કરવું જોઈએ. તેને ઘરની લક્ષ્મી માણવાની પરંપરા છે. દરેક ખરાબ સ્થિતિમાંથી બચાવવી પિતા અને ભાઈનું કર્તવ્ય માનવામાં આવે છે. આ સાથે જ કયારે પણ ખરાબ વ્યવહાર ના કરવો જોઈએ.

કલિયુગમાં પિતા જ તેની દીકરી પર ખરાબ દ્રષ્ટિ હોય છે પરંતુ આ પાપથી બીજું કોઈ મોટું પાપ નથી. આ પાપ કરનારને ક્યારે પણ માફી નથી મળતી. નાની બહેનને દીકરી અને મોટી બહેનને માતા માનવામાં આવે છે. જો કોઈ તેની બહેનની રક્ષા નથી કરતું અથવા તો તેના સ્વાર્થના કારણે તેનું અપમાન કરે છે તો તેને રાક્ષસ માનવામા આવે છે. જીવનમાં અનેક દુઃખ ઝેલવા પડે છે.

Team Dharmik