શા કારણે કરવામાં આવે છે ઘરના ઉંબરાની પૂજા ? કારણ જાણીને તમે પણ કરવા લાગશો પૂજા

આપણા હિન્દૂ ધર્મની અંદર પૂજાનું ઘણું જ મહત્વ રહેલું છે. ખાસ ઘરની મહિલાઓ ઘરના વિવિધ ભાગની ખાસ પૂજા કરતી હોય છે. રસોડામાં પણ પાણીયારાની પૂજા કરવામાં આવે છે. તો ઘરના ઉંબરાની પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.

વર્ષોથી આપણે ઘરના ઉંબરાની પૂજા કરીએ છીએ, પરંતુ ઘણા લોકોને ઉંબરાની પૂજા કેમ કરવામાં આવે છે તેની પાછળનું કારણ ખબર નથી હોતી. આજે અમે તમને જણાવીશું કે શા કારણે ઘરમાં ઉંબરાની ખાસ પૂજા કરવામાં આવે છે, ત્યાં સ્વસ્તિક કરવામાં આવે છે અને દીવો પણ આપણે કરીએ છીએ.

આપણા ઘરના મુખ્ય દ્વાર પાર રહેલો ઉંબરો એ આપણા ઘરનું રક્ષણ કરે છે. આપણા ઘરનો ઉંબરો એ આપણા ઘરના માન-સન્માન અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે.

પહેલાના સમયમાં ઘરની સ્ત્રીઓ રોજ સવારે ઉઠી અને ઘરના ઉંબરાની પૂજા કરતી હતી. પરંતુ હાલ આધુનિક જમાનામાં ઉંબરાની પૂજા કરવાનું મહત્વ ઘટ્યું જોવા મળી રહ્યું છે. આજે પણ ઘણા ગામડાઓમાં આ પ્રથા જળવાયેલી છે.

ઘરના ઉંબરાને મર્યાદા સાથે પણ જોડવામાં આવે છે. જુના સમયમાં કહેવામાં આવતું કે જે સ્ત્રી પોતાની મર્યાદા ભૂલે છે તેના માટે ઘરનો ઉંબરો ઓળંગી ગઈ એવું પ્રતીક પણ કહેવામાં આવતું. માટે ઉંબરો ઘરના માન, સન્માન અને મર્યાદાના પ્રતીક તરીકે પણ ઓળખાય છે. જેના કારણે તેની પૂજા કરવાનું વિશેષ મહત્વ રહેલું છે.

ઘરના ઉંબરાને માતા લક્ષ્મીના આગમન સાથે પણ જોડવામાં આવે છે. જ્યોતિષમાં એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી ઘરના મુખ્ય દ્વારથી જ પ્રવેશ કરે છે. અને ઘરના મુખ્ય દ્વાર ઉપર રહેલા ઉંબરાની જો પૂજા કરવામાં આવી હોય ત્યાં સ્વસ્તિક અને દિપક પ્રજ્વલિત હોય તો તેવા ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ જલ્દી થાય છે.અને તેની કૃપા પણ એ ઘર ઉપર રહે છે.

જ્યોતિષ અનુસાર અને આપણા શાસ્ત્રો અનુસાર ઉંબરાની પૂજા કરવાનું ઘણું જ મહત્વ રહેલું છે. માટે ઘરની સ્ત્રીએ રોજ સવારે ઉઠીને પોતાનો નિત્યક્રમ પૂર્ણ કરી ઘરના ઉંબરાની પૂજા કરવી જોઈએ, જેના કારણે ઘરમાં સુખ સંપત્તિ અને માતા લક્ષ્મીનો પણ વાસ થાય છે.

Dharmik Duniya Team