જો તમે પણ પાપ કર્યા છે અને એ પાપમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો આ દિવસે કરો ગાયની પૂજા

શું તમારો પાપનો ઘડો ભરાઈ ગયો છે? તો આટલું કરો ધોવાઈ જશે બધા પાપ…

ગાય આપણા હિન્દૂ ધર્મનું ખુબ જ પવિત્ર પ્રાણી છે. ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ પણ રહેલો છે. એવું પણ આપણે માનીએ છીએ, ત્યારે ગાયની પૂજા કરવી એ સૌથી પુણ્યનું કામ છે. પરંતુ જો તમારા પાપનો ઘડો ભરાઈ ગયો હોય અને તમે પાપમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો ખાસ દિવસે ગાયની પૂજા કરવાથી તમને બધા જ પાપમાંથી મુક્તિ મળશે.

ગાય વિશેની એક લોક કથા પણ છે. પરશુરામના પિતા ઋષિ જમાદગ્ની પાસે ખુબજ સુંદર કામધેનુ ગાય હતી.તેથી તે કામધેનુ ગાયને મેળવવા માટે સહસ્ત્રાર્જુને આશ્રમ પર હુમલો કર્યો અને ગાય સ્વર્ગ તરફ ચાલી ગઈ. પરશુરામે લડાઈ કરીને સહસ્ત્રજનને મારી નાખ્યો. કામધેનુના પૂજનથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે.

વિશેષ પૂજન વિધિ:
પૂર્વ દિશા તરફ મોઢું રાખીને ગાયની પૂજા કરવી. ગાયના ઘીની અંદર હળદર ભેળવી અને દીવો કરવો. સુગંધિત ધૂપ કરવું. કેસરથી તિલક કરવું. હજારીની ફૂલ ચઢાવવા. બેસનની બનેલા મિષ્ઠાનનો ભોગ લગાવવો. ચંદનની માળાથી એક વિશેષ મંત્રનો જાપ કરવો.

ખાસ મંત્ર:
ॐ सर्वदेवमये देवि लोकानां शुभ-नन्दिनि। मातृ-ममा-भिषितं सफलं कुरु नन्दिनि॥

ગાય પૂજનનું મુહૂર્ત: 
સાંજે 5:22થી સાંજે 6:54 સુધી

ખાસ ટોટકા:
ગાયને અડદની  રોટલી ખવડાવવી, ઈચ્છા પૂરતી માટે પીળી ગાયને નવધાન ખવડાવવા, મુશેક્લીઓથી નિવારણ માટે કાળી ગાયને ગોળ ખવડાવવો. સારી કિસ્મત માટે ગાયને લીલું ઘાસ ખવડાવવું. નુકશાનથી બચવા માટે ગાય માતાની ધૂળ માથા ઉપર લગાવવી. સફળતા મેળવવા માટે ગાય માતાને મગ ખવડાવવા. પરિવારમાં ખુશીઓ મેળવવા ગાયને રોજ સફેદ ફૂલની માળા અર્પણ કરવી.

Dharmik Duniya Team