ઘરે આ સમયે ફેરવો સાવરણી, પછી જુઓ તમે કેટલી જલ્દી બનો છે કરોડપતિ

જીવનભર ગરીબ કે માધ્યમ વર્ગમાં જ રહેવા માનશો? જલ્દી કરોડપતિ બનવું હોય તો આ રીતે ફેરવો ઝાડુ

તો મિત્રો આજે અમે એવી બાબત તમને જણાવવા જઈ રહ્યા છીએ જે વાતનું ધ્યાન રાખવાથી ઘર પર માતા લક્ષ્મીજીની કૃપા બની રહેશે અને માતા ઘરે પ્રવેશ કરે છે. શું તમે જાણો છો કે સારા સમયે કચરા વાળવાથી ઘરે માતા લક્ષ્મીજીનું આગમન થાય છે. તો આજે અમે તમને જણાવીએ કચરા વળવાનું શુભ મહુર્ત.

ધાર્મિક ગ્રંથો અનુસાર કહેવામાં આવ્યું છે કે કચરા વાળવાનો શુભ મહુર્ત સવારે 4:00 થી 5:00ની વચ્ચે હોય છે. આ સમયે  માતા લક્ષ્મી ઘરે પ્રવેશ કરે છે. ઘરમાં લક્ષ્મીજીના પ્રવેશથી તમારા નસીબના તાળા ખુલી જાય છે. આ સમયે કચરા વાળવાથી વધારે ઘન પ્રાપ્ત થાય છે. તમે આખા દિવસમાં ગમે ત્યારે કચરો વાળી શકો છો પરંતુ ધ્યાન રાખવું કે સવારે ભૂલ્યા વગર 4:00 થી 5:00ની વચ્ચે કચરો જરૂર વાળવો. તેનાથી ઘરમાં ઉન્નતિ આવે છે.

સવારે કચરા વાળવાના ફાયદા:

શાસ્ત્રો અનુસાર કહેવામાં આવે છે કે સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી સાવરણીને સાફ અને ચોખ્ખી જગ્યામાં રાખવી જોઈએ. કહેવામાં આવે છે કે નિયમિત ઘરે અને કાર્યસ્થળ પર સવારે અને સાંજે કચરા વાળવાથી ચોખ્ખાઈ જળવાય છે અને સાથે સાથે ઘન પ્રાપ્તિ પણ થાય છે. તેથી સવાર સાંજ બે ટાઈમ કચરા વાળવાની પરંપરા દરેક ઘરમાં હોય છે. જે ઘરમાં નિયમિત કચરો નથી વાળવામાં આવતા તે ઘરમાં દરિદ્રતા વાસ કરે છે.

આ ઉપરાંત સાવરણીમાં ક્યારેય તેલ ન લગાવવું જોઈએ તેનાથી માતાનો અનાદર થાય છે. કચરા વળ્યાં પછી સાવરણી એવી જગ્યાએ મુકવી જોઈ જેથી તે કોઈની નજરમાં ના આવે. વસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે જે ઘરમાં સાવરણી દેખાય તે ઘરમાં વિવાદો થયા છે.

સાફ-સફાઈનું રાખો ખાસ ધ્યાન:

એવું કહેવામાં આવે છે કે અપવિત્ર, ગંદા અને ભીના સ્થાને સાવરણી કયારેય ન રાખવી જોઈએ. આ ઉપરાંત સાવરણીને દીવાલને સહારે ઉભી પણ ન રાખવી જોઈએ. ઘર, દુકાન અથવા કાર્યસ્થળ પર સાફ-સફાઈ કરવાવાળી સાવરણીથી રસ્તો, નળી કે મળ-મૂત્રની સફાઈ કયારેય ભૂલથી પણ ન કરવી જોઈએ. ઘરમાં કોઈ મહેમાન કે સભ્યોના ગયા પછી તરત જ કયારેય સફાઈ ના કરવી જોઈએ તેને શુભ માનવામાં આવે છે.

Team Dharmik