ગરીબાઈનું કારણ બને છે તમારી આ 8 ભૂલ, જલ્દી જ કરો સુધારો

આપણે ઘણીવાર જોતા હોય છે દોમ-દોમ સાહેબીમાં જીવતા લોકો અચાનક જ ગરીબ થઇ જાય છે. આ વ્યક્તિ આખરે ક્યાં કારણે એક જ ઝાટકે ગરીબ થઇ ગયો તેનું કારણ ખબર નથી પડતી. આ સ્થિતિનું કારણ તમારી ભૂલ પણ બની શકે છે. આજે અમે તમને એ ભૂલ વિષે જાણકારી આપીશું જેમાં સુધારો કરવાથી તમે ગરીબ થવાથી બચી શકો છો. આવો જાણીએ એ ભૂલો વિષે.

ઘરમાં ભગવાનની કોઈ એવી મૂર્તિના રાખો કે જે ખંડિત હોય અથવા તેઓ મૂર્તિનું કોઈ અંગ ભંગ હોય. આ મૂર્તિને નદીમાં વિસર્જિત કરી દો. નહીં તો ધન સંબંધિત પરેશાનીઓ વધી શકે છે.

ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં કબાટ અથવા તિજોરી રાખવાથી ધનની હાનિ થઇ જાય છે. કબાટને હંમેશા દક્ષિણ દિશાની દીવાલ પર જ રાખો. તેનું મોઢું ઉત્તર દિશામાં રાખો જેનાથી ધનમાં વધારો થશે.

તમારા ઘરમાં જો કોઈ કાચ તૂટેલો હોય અથવા તિરાડ હોય અથવા બારીનો કાચ તૂટી ગયો હોય તો તેને તરત જ બદલી નાખવો જોઈએ. જેનાથી ફક્ત ધનની હાનિ જ નથી થતી પરંતુ ઘરમાં નેગેટિવિટી આવે છે.

બેડરૂમમાં ક્યારે પણ એઠા વાસણ ના રાખવા. તેનાથી પરિવારમાં ગરીબાઈની સાથે-સાથે સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. બેડની નીચે ક્યારે પણ ચંપલ ના રાખવા. રાતના સમયે કયારે વોશ બેસિનમાં એઠા વાસણ ના રાખવા કારણકે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે.

તવા અને કઢાઈનો ઉપયોગ થયા બાદ સીધા ના રાખવા જેનાથી રાહુ દોષ વધી શકે છે. જેનાથી ફક્ત પૈસાની તકલીફ નથી થતી પરંતુ ઘરમાં ઝઘડા પણ થાય છે, હંમેશા ઉપયોગ પછી તેને ઊંધા કરી દેવા જોઈએ.

ઘરમાં કોઈ નળ અથવા પાઇપ ખરાબ હોય તો તેને સરખું કરાવી લેવું જોઈએ. જેનાથી ધન સંપત્તિમાં હાનિ થાય છે. તો સ્નાન કર્યા બાદ બાથરૂમ સારી રીતે સાફ કરો. જેનાથી રાહુ બરાબર રહે છે.

સૂર્યાસ્ત બાદ કયારે પણ કચરો ના કાઢવો. જેનાથી લક્ષ્મી નારાજ થઇ જાય છે. ઘરની બરકત ગાયબ થઇ જાય છે. આ સિવાય સાવરણીનર હંમેશા એવી જગ્યા પર રાખો જ્યાં કોઈની નજર ના પડે.

ઘરમાં એવા ઝાડ બિલકુલના લગાવો જે કાંટાવાળા હોય અથવા તો તેમાંથી દૂધ નીકળતું હોય. આ રીતે ઝાડ ધન સંબંધિત પરેશાનીઓ સાથે-સાથે અન્ય સમસ્યાનું કારણ પણ બની શકે છે.

 

Team Dharmik