8 નવેમ્બર રાશિફળ: મહાદેવની કૃપાથી આજનો સોમવારનો દિવસ 9 રાશિના જાતકો માટે રહેવાનો છે લાભદાયક, મનગમતું જીવનસાથી મળવાનો છે યોગ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો માટે આજના દિવસે ભાવુકતામાં આવીને કોઈ નિર્ણય લેવાથી નુકસાન થઇ શકે છે. આજના દિવસે સાવધાનીથી કોઈ કામ હાથમાં લો. રોકાણને લઈને દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે કોશિશ કરો કે કોઈ રોકાણ ના કરો. આજે તમને આવક વધારવાની તક મળી શકે છે જેને હાથથી જવા ના દો. કામને લઈને સ્થિતિ સારી રહેશે. આજે તમારા ટ્રાન્સફરના યોગ બની શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે મિત્રો સાથે ક્યાંક બહાર જવાનો પ્લાન કરી શકો છો. સરકારી કામમાં આજના દિવસે લાભ થવાના યોગ છે. તમારા જીવન સાથી આજે કોઈ બુદ્ધિની વાત કરશે તેની સલાહ સાંભળીને આજના દિવસે કોઈ કામ આગળ વધારી શકો છો.આજના દિવસે વિરોધીઓથી થોડું સાવધાન રહેવાની જરૂર છે. આજનો દિવસ પ્રબળ રહેશે. બુદ્ધિ સારી રહેશે જેનાથી તમે સમય અનુસાર કામ કરી શકો છો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે. ખર્ચને કેવી રીતે નિયંત્રિત કરશો તે સારી રીતે સમજશો. આવક તો સારી રહેશે પરંતુ ખર્ચ પણ વધારે રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે. જેની અસર તમારા કામ પર પડી શકે છે.કામને લઈને પ્રયાસ વધારે કરશો અને લાભ ઓછા થશે તેવી સ્થિતિ સર્જાશે.તેથી ધ્યાનથી કામ કરો.પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારી રીતે વીતશે. પ્રેમી પંખીડા આજના દિવસે સંબંધમાં પ્રેમ અને રોમેન્ટિક નજરે આવશે.

4. કર્ક – ડ, હ (Cancer): કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે ઘરમાં કોઈના આવવાથી ખુશીઓ મળશે. ઘરમાં કોઈ ફંક્શન કરાવી શકો છો. ઘરની ખુબસુરતી વધારવા માટે કોઈ નવી વસ્તુની ખરીદી કરી શકો છો. આજના દિવસે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે તમે ખુબ આનંદ કરશો. ધંધાને લઈને સ્થિતિ સારી રહેશે. રોકાણ કરવા માટે આજનો દિવસ સારો રહેશે. ફક્ત એક વાતનું ધ્યાન રાખો કે ખુશીમાં આવીને તમે કોઈને સાચું ખોટું ના કહો નહીં તો તકલીફ થઇ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકોને અચાનક થયેલા લાભના કારણે આજે ખુશી થશે. જેના લીધે મનમાં ખુશી આવશે. પૈસાના રોકાણ બાબતે ધ્યાન આપો. આજના દિવસે આવક સાથે ખર્ચ  પણ વધી શકે છે.  આજના દિવસે કામને લઈને સજાગ રહેવું પડશે અને ઘણી મહેનત કરવી પડશે.  વેપારમાં લાભ મળશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન આજે ખુશીઓથી ભરપૂર રહેશે. જીવનસાથીના વિચારો બહુ જ કામ આવશે. પ્રેમીપંખીડા આજના દિવસે સંબંધને લઈને ઘણા પઝેસિવ રહેશે. આજના દિવસે પરિવાર સાથે લગ્નને લઈને વાતચીત થઇ શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે પરંતુ આજે તમારે કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરવો જોઈએ. નહિ તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે. આજના દિવસે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને અઘરામાં અઘરું કામ બહુ જ ઓછા સમયમાં પુરી કરી શકો છો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે, આજના દિવસે જીવનસાથી માટે શોપિંગ કરી શકો છો. પ્રેમી પંખીડા આજના દિવસે સંબંધમાં મધુરતા લાવશે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. ઘર-પરિવારની સ્થિતિ તમને સપોર્ટ કરશે. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો છે. આજે તમારી ટ્રાન્સફરના યોગ બની શકે છે. આજના દિવસે તમે વેપાર ધંધામાં કોઈ નવું પગલું ભરી શકો છો.  આજનો દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે એક બીજાના વ્યવહારથી સંતુષ્ટ નજર નહીં આવશે. આજના દિવસે તણાવ વધી શકે છે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકોમાં આજના દિવસે મનમાં પ્રસન્નતાની ભાવના રહેશે. આજના દિવસે જીવનસાથી કોઈ વાતને લઈને ગુસ્સો કરી શકે છે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. વેપાર કરી રહેલા લોકો માટે આજના દિવસે લાભ થશે. આવક સારી રહેશે. ખર્ચમાં ઘટાડો થશે. પ્રેમી પંખીડા આજના દિવસે થોડા નિરાશ થઇ શકે છે કારણકે આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને કોઈ એવી વાત કહી દેશે કે જેનાથી ઘણું ખરાબ લાગી શકે છે, પરંતુ આ કોઈ મોટી વાત નથી. તેથી મનમાં ના લો. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ આવી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કામને લઈને આજના દિવસે તમે થોડા અસમંજસમાં રહેશો. આજના દિવસે સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. ઘરનો માહોલ ઠીકઠાક રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે થોડા ગંભીર રહેશે. મનમાં કોઈ વાતને લઈને ઉદાસ રહેશે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિ સાથેનો વ્યવહાર તમને પસંદ નહીં આવે. પરંતુ થોડી શાંતી રાખીને કામ લો. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં કોઈ અન્ય વ્યક્તિને લઈને તણાવ થઇ શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોએ આજના દિવસે કોઈ નવા કાર્યને અંજામ આપી શકે છે.   કામને લઈને સ્થિતિ સામાન્ય રહેશે. આજના દિવસે આવકમાં વધારો થશે. તમારા બોસ તમારા કામથી પ્રભાવિત થશે. આજના દિવસે પ્રમોશનના યોગ બની રહ્યા છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. જીવનસાથી સાથે કોઈ નવું કામની શરૂઆત કરશો અથવા તો ફરવા માટે આજનો દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધને લઈને પરિપક્વ થશે અને લગ્ન વિષે વિચારી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં લક્ષ્યો હાંસલ કરવું ખૂબ જ સરળ છે. આજે તમારી સાથે પણ આવું થશે. ખાસ ઉદેશ્ય માટે આજનો આખો દિવસ લાગશે સાંજ સુધીમાં સફળતા મળશે. કામને લઈને દિવસ મૂંઝવણ ભર્યો રહેશે. યોગ્ય સમયે યોગ્ય કામ કરવું તમને થોડું મુશ્કેલ લાગશે. અંગત જીવન આજે તમને ખુશીઓ સાથે આગળ વધવાની પ્રેરણા આપશે. તમારા ખર્ચ પણ નિયંત્રણમાં રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન મનમાં આજના દિવસે બધા માટે પ્રેમ આવશે. આજના દિવસે તમે કામ ઓછા સમયમાં પૂરું કરી શકો છો. ઘરમાં કોઈ સરકારી કામને લઈને વાતચિત પ્રબળતાથી થશે. આજના દિવસે તમારું મન ઘરમાં નહીં લાગે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજના દિવસે તમને સૂકુન મળશે. અને તમારું પ્રિય વ્યક્તિ તમારા દિલની નજીક આવશે. આજના દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નહીં તો તબિયત ખરાબ થઇ શકે છે.

Dharmik Duniya Team