ઘરની પૂર્વ દિશામાં રાખવામાં આવેલો કાચબો તમને રાખશે સ્વસ્થ અને આપશે દીર્ઘાયુષ્ય, જાણો કેવી રીતે ?

દરેક માણસને લાંબુ જીવવાની ઈચ્છા છે સાથે જ દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે નિરોગી રહે, પરંતુ રોગ કોઈને કોઈ રીતે શરીરમાં આવી જ જતો હોય છે. જો કે જીવન મરણ તો ઈશ્વરના હાથમાં છે. પરંતુ જેટલું જીવીએ એટલુંસ્વસ્થ જીવીએ તે દરેકની ઈચ્છા હોય છે.

પોતાની જાતને બીમારીઓથી દૂર રાખવા માટે સંયમિત જીવનશૈલીનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે સંયમિત રહેવા છતાં પણ આપણે બીમારીઓનો શિકાર બની જતા હોય છે. પરંતુ આજે અમે તમને ફેંગશુઈ પ્રમાણે એક એવો ઉપાય જણાવવાના છીએ જેના દ્વારા તમે બીમારીઓથી દૂર રહી શકશો.

કાચનો બનેલો કાચબો વધારશે ઉંમર:
કાચબાને ફેંગશુઈમાં ખુબ જ શુભ માનવામાં આવે છે. કાચબાને ઘરમાં રાખવાના કારણે પરિવારની ઉંમર વધે છે. માન્યતા છે કે કાચબો નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જા વધારવાની શક્તિ આપે છે. ઘરના લોકોંના દીર્ઘાયુ હોવા માટે કાચથી બનેલા કાચબાને ઘરની પૂર્વ દિશામાં રાખો. આ ઉપરાંત ઘરમાં જો કોઈ વ્યક્તિ બીમાર છે તો ઘરની અંદર માટીથી બનેલો કાચબો પણ રાખી શકાય છે.

આ ઉપરાંત ઘરની અંદરથી નકારાત્મકતા દૂર કરવા માટે ઘરની પૂર્વ દિશાની અંદર માટીના એક વાસણમાં થોડું મીઠું રાખી દેવું.

માન્યતા એવી પણ છે કે જો પાણીની અંદર દૂધ ઉમેરીને નાહવાથી પણ આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત પાણીમાં દહીં ઉમેરીને નાહવાથી પણ સંપત્તિમાં વધારો થાય છે.

આ ઉપરાંત આખા પરિવારને એક સૂત્રમાં બાંધી રાખવા માટે ઘરની બેઠક રૂમની અંદર વાંસનો છોડ લગાવવો તેમજ ઘરની પૂર્વ દિશામાં આખા પરિવારની તસ્વીર લાકડાની ફ્રેમમાં મઢાવીને ટીંગાળી દેવી.

Dharmik Duniya Team