આ વિડિઓ જોઈને તમે પણ ભાવુક થઈ જશો, આજ પહેલા ક્યારેય નહિ જોઈ હોય હાથીની સ્મશાનયાત્રા

હૃદયસ્પર્શી વિડીયો : મૃત મદનિયાને સૂંઢમાં લઈને હાથીઓએ કાઢી તેની સ્મશાનયાત્રા, જુઓ વિડીયો

કોઈનું પણ મૃત્યુ થાય ત્યારે એની સ્મશાનયાત્રા નીકળતી હોય છે. જ્યાંથી પણ સ્મશાનયાત્રા નીકળે જોનાર લોકો હંમેશા ભાવુક થતા હોય છે. પરંતુ છેલ્લા થોડા સમયથી વાયરલ થયેલા એક વિડીઓને જોઈને ઘણા લોકો ભાવુક થઇ ગયા. આજ સુધી બધાએ માણસોની સ્મશાનયાત્રા નીકળતી જોઈ હતી પરંતુ આ વિડીઓમાં સૌએ પ્રથમ વખત હાથીની સ્મશાન યાત્રા જોઈ.

આ વિડીઓમાં હાથીઓનું એક ઝુંડ મૃત્યુ પામેલા હાથીના બચ્ચાની સ્મશાનયાત્રા કાઢી રહ્યા છે. આ વિડિઓ ભારતીય ફોરેસ્ટ ખાતાના એક અધિકારી પ્રવીણ કાસવાને પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર આ વિડિઓને થોડા દિવસ પહેલા શેર કર્યો હતો. આ વિડીઓમાં જોઈ શકાય છે કે હાથીઓનું એક ઝુંડ મૃત પામેલા હાથીના બચ્ચના મૃત શરીરને લઈને જંગલમાંથી પસાર થતા એક રોડ ઉપરથી પસાર થઇ રહ્યું છે. આ દૃશ્ય જોવા માટે મોટી સંખ્યામાં રોડની બાજુમાં ઘણા લોકો પણ ઉભેલા દેખાય છે.

કોઈના મૃત્યુની તકલીફ માત્ર માણસોને જ નથી થતી, પ્રાણીઓને પણ થાય છે આ વિડિઓ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. આજે માણસ સ્વાર્થી થતો જાય છે ત્યારે પ્રાણીઓ એ માનવતાનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિડીઓમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક હાથી મૃત હાથીના બચ્ચાને રોડ ઉપર લાવીને મૂકી બીજા હાથીઓની રાહ જોઈ રહે છે અને બીજા હાથીઓ આવતા જ તે મૃત હાથીના બચ્ચાને લઈને જંગલ તરફ ચાલવા લાગે છે.

આ નાનો વિડિઓ માણસને ભાવુક તો કરી જ ગયો સાથે સાથે ઘણી બધી પ્રેરણા પણ આપી ગયો છે.

Team Dharmik