રાત્રે સૂતા પહેલા કરો આ મંત્રનો જાપ, 100 % ચમકી જશે કિસ્મત

તમે જાણતા જ હશો કે માણસની ઈચ્છાઓ અનંત હોય છે. એક પછી એક નવી નવી ઇચ્છાઓ જાગતી જ હોય છે અને તે પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે ઘણી મહેનત પણ કરતો હોય છે. પરંતુ તેમ છતાં ઘણી વાર તેને એવી પ્રગતિ નથી મળી શકતી. જેની તેણે કલ્પના પણ કરેલી હોય છે.

મોટા ભાગના વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવતા હોય છે. તેમજ તકલીફોનો તેને સામનો પણ કરવો પડતો હોય છે કે જેના કારણે તે પોતાની હિંમત હારી જતો હોય છે અને આગળ નથી વધી શકતો. ક્યારેક ગ્રહોની ચાલના કારણે વ્યક્તિએ પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ ઉઠાવવી પડતી હોય છે. આ દુનિયામાં ઘણા વ્યક્તિ છે જે ભગવાન હનુમાન પર વિશ્વાસ રાખતા હોય.. હનુમાનજી પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરીને તેના દુઃખ દૂર કરે છે એવું પણ કહેવામાં આવે છે કે હનુમાનજીના કેટલાક મંત્રોના જાપ કરવાથી તે તરત પ્રસન્ન થઇ જતા હોય છે.

બજરંગ બલીના તમામ સ્વરૂપને ખુબ જ શુભ તથા મંગળકારી ગણવામા આવે છે. તેમનુ પુજન-અર્ચન કરવાથી તમામ લોકોનુ કલ્યાણ થાય છે. આજે જે મંત્ર જણાવા જઇ રહ્યા છે તે મંત્રના અર્થનો ઉલ્લેખ શાસ્ત્રોમા થયેલો છે. આ એક એવો મંત્ર છે જેને ઉચ્ચારવાથી લોકોના જીવનમા પરિવર્તન આવે છે. પ્રતિદિન રાત્રીના સમયે સૂતા પહેલા સાચા મનથી અને શુધ્ધ હ્રદય વડે આ મંત્રનુ મંત્રોચ્ચારણ કરવુ જોઇએ.

મિત્રો આ મંત્રનો રોજે સુતા પહેલા સાચી શ્રધ્ધા અને આસ્થાથી ત્રણ વાર જાપ કરવાનો છે. રાત્રે સુતા સમયે તમારે તમારી આંખો બંધ કરી લેવાની છે અને હનુમાનજીનું સ્મરણ કરતા કરતા આ મંત્રનો ત્રણ વાર જાપ કરવાનો છે. અને તે મંત્ર આ પ્રમાણે છે.. “ નમો લક્ષ્મી સ્વરૂપા હનુમંતાય ગૃહ પ્રવેશા, ઓમ નમો કુબેર ધન રૂપા હનુમંત આઓ હંમેશા. ”

તમને જણાવી દઈએ કે, લક્ષ્મી મહાગ્રંથમાં પણ આ મંત્રનું વર્ણન કરવામાં આવેલું છે અને કહેવાયું છે કોઈ વ્યક્તિ રોજે સુતા પહેલા અને ખાસ કરીને મંગળવારના દિવસે ત્રણ વાર આ મંત્રનો જાપ કરે તો તેના ઘરમાં સકારાત્મક શક્તિઓનો પ્રવેશ થાય છે અને તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને સાથે સાથે હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિના જીવનમાં આવતા દરેક કષ્ટોને દુર કરે છે.

 

Team Dharmik