સામુદ્રિક શાસ્ત્રના આધારે ખરતા વાળ આપે છે ભવિષ્યની જાણ

આજના ભાગદૌડ ભરેલા વ્યસ્ત જીવનમાં દરેક કોઈને ખરતા વાળની સમસ્યા છે. ડોક્ટરોના આધારે વધારે પડતું ટેંશન કે સ્ટ્રેસ લેવાથી પણ વાળ ખરવાની સમસ્યાઓ ઉદ્દભવે છે. પણ જો જ્યોતિષ વિદ્યાના આધારે જોવામાં આવે તો જે લોકોના વાળ ખરી રહ્યા છે તેઓના ભવિષ્યમાં ઘણા પ્રકારની સમસ્યાઓ થવાની હોય છે.

જો કોઈના વાળ ખરી રહ્યા છે તો તેનાથી ભવિષ્ય વિશેની જાણ લગાવી શકાય છે અને સાથે જ તેઓના સ્વભાવ વિશેની પણ જાણ થઇ શકે છે.

સામુદ્રિક શાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખરતા વાળ ભવિષ્ય વિશેના સંકેતો આપે છે. ઘણા લોકો એવા હોય છે કે જેના માથામાં વચ્ચેના ભાગમાં તો વાળ હોય છે પણ સાઈડના ભાગમાંથી વાળ ખરી ગયા હોય છે. માણસની આવી સ્થિતિ સામાન્ય ફળ આપે છે. ભૌતિક સુખોને મેળવવા માટે આવા લોકોને થોડો સમય લાગી શકે છે. પોતાની જાત મહેનતથી જ આવા લોકોને અંતમાં સફળતા મળે છે.

જો કે આવા લોકો પોતાની મહેનતનું ફળ નથી ભોગવી શકતા પણ તેની પછીની પેઢી તે મહેનતનું ફળ ભોગવે છે અને હંમેશા તેના ઋણી પણ રહે છે. આ સિવાય એવા પણ લોકો હોય છે કે તેઓના માથા પર બિલકુલ પણ વાળ નથી હોતા. આવા લોકોને જીવનમાં કઈ ખાસ ફળ નથી મળતું. તેઓમાં આત્મવિશ્વાસની ખામી હોય છે. આવા લોકો માત્ર બીજા લોકોના આધીન રહીને જ સફળતા મેળવી શકે છે.

Team Dharmik