જે છોકરીઓ એમ કહે છે કે “સાસુ વગરનું સાસરું સારું !” એ છોકરીઓએ આ કહાની જરૂર વાંચવી જોઈએ

“સાસુ વગરનું સાસરિયું” જો ઘરમાં સાસુ ન હોય એવું ઇચ્છતી દરેક વહુઓએ આ સ્ટોરી જરુથી સાંભળવી જોઈએ

આજે જમાનો આધુનિક બન્યો છે અને આ આધુનિક જમાનાની અંદર ઘા લોકો એકલા રહેવા માંગતા હોય છે, ખાસ કરીને છોકરીઓ એવું ઇચ્છતી હોય છે કે લગ્ન બાદ તે સંયુક્ત પરિવારના બદલે પોતાના પતિ સાથે એકલા રહે. ઘણી છોકરીઓની ઈચ્છા એવી પણ હોય છે કે તેમના ઘરમાં સાસુ જ ના હોય. ત્યારે એવું વિચારનારી છોકરીઓ માટે આ કહાની વાંચવા જેવી છે.

રાહુલ સાથે લગ્ન કર્યા બાદ કાવ્યા પિયરથી રડતા રડતા વિદાઈ લઈને પોતાની સાસરીમાં ઘરના દરવાજે ઊભી હતી. ક્યારેક તે ઘૂંઘટમાંથી રાહુલ તરફ જોતી તો ક્યારેક તે દરવાજાની અંદર જોવાનો પ્રયત્ન કરતી હતી. અંદરથી કેટલાક અવાજો આવી રહ્યા હતા, પણ તે કશું જ સમજી શકતી ન હતી. તે જાણતી હતી કે રાહુલની માતા નથી એટલે કે તે સાસુ વિનાના સાસરિયે જવાની છે.

ઘણા સમય પછી પણ ઘરમાંથી કોઈ ગ્રહ પ્રવેશની વિધિ માટે આવ્યું નહિ, તેથી તેણીએ આશાભરી નજરે રાહુલ તરફ જોયું કારણ કે તે પોતે ખૂબ થાકી ગઈ હતી. રાહુલે કદાચ કાવ્યાની આંખોની ભાષા વાંચી લીધી હતી. તે પોતાની નાની બહેનને બોલાવી લાવ્યો અને તેના કાનમાં કંઈક કહ્યું. થોડી વાર પછી બહેન કેટલીક સ્ત્રીઓને સાથે લઈને આવી અને કાવ્યાનો ઘરમાં પ્રવેશ કરાવ્યો. આગળ કેટલીક વિધિઓ પણ થઇ. આ બધાની વચ્ચે કાવ્યા સમજી ગઈ કે સાસુ વગરનું સાસરિયું તેને કેટલી એકલી કરી દેશે.

ધીરે ધીરે બધાં સગાં જતા રહ્યા, કેટલાકે સહાનુભૂતિ દેખાડી તો કેટલાકે નિર્દોષતા. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પોતાનો અને બીજાનો પરિચય આપી રહ્યા હતા. ક્યારેક તેમની વાત સાંભળીને કાવ્યા પરેશાન થઈ જતી હતી. પરંતુ ધીમે ધીમે સસરા, પતિ અને બે નાની નણંદો સાથે મળીને કાવ્યા પોતાના પરિવારની ગાડીને રસ્તા પર લાવવાનો પ્રયત્ન કરવા લાગી.

પતિનો પ્રેમ, સસરાનો સ્નેહ અને નાની નણંદોની ચિંતાએ કાવ્યાને એક ચિંતા મુક્ત છોકરીમાંથી એક જવાબદાર ગૃહિણી બનાવી દીધી, અને તેના વિષે તે પોતે પણ સમજી શકી નહીં. પણ આ બધી વાતો વચ્ચે એક વાત તેના દિલમાં દુ:ખતી હતી કે તેની સાસુ નથી.

તેના લગ્ન સમયે તેના તમામ મિત્રો તેને ખૂબ જ ભાગ્યશાળી માનતા હતા કે, તેના સાસરિયામાં સાસુની કચ-કચ રહેશે નહીં. પરંતુ સત્ય તો એ છે કે જે ઘરમાં સાસુ ન હોય તે ઘરમાં આવનારા બધા લોકો સાસુ બનવાનો પ્રયત્ન કરે છે. કાવ્યા પણ આ બધું સમજી ગઈ. તેથી જ તેણીએ મનમાં નક્કી કરી લીધું હતું કે, તે પોતાની દીકરીઓના લગ્ન સાસુ વિનાના સાસરિયામાં કરશે નહિ. જેમ ભોજનમાં મીઠું જરૂરી છે તેમ ઘરમાં સાસુ પણ જરૂરી છે. સાસરિયાનું દરેક સુખ સાસુ વિના ફીકુ જ લાગે છે.

Dharmik Duniya Team