મનગમતી નોકરી મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્ર મુજબ કરો આ 10 ઉપાય, પછી જુઓ પરિણામ

આજકાલ બધા જ લોકો મનગમતી નોકરી મેળવવા માટે ફાંફા મારતા હોય છે. ઘણા લોકોને નોકરી તો મળતી હોય છે પરંતુ તેમાં કોઈને કોઈ વાંધો હોય છે. આજકાલ ગમે તે નોકરી મેળવવામાં ફાંફા હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, ઉપાય કરવાથી તમને સફળતા મળે છે. આ ઉપાય કરવાથી આસાનીથી નોકરી મેળવી શકાય છે. આવો જાણીએ જે 10 ઉપાય કરવાથી મળે છે મનગમતી નોકરી

સવારે પક્ષીઓને દાણા ખવડાવવાથી નોકરી મેળવવામાં આવતી અડચણો પણ દૂર થાય છે. પક્ષીઓને દરરોજ સાત પ્રકારના અનાજ ઉમેરીને ખવડાવો. આ ઉપાય નોકરી મેળવવા માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે.

જો તમે દર શનિવારે શનિદેવની પૂજા કરો છો, તો જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. દર શનિવારે તેમની પૂજા કરતી વખતે ‘ॐ शं शनैश्चराय नम:’108 વાર જાપ કરો. તમારી રાશિચક્રના જેટલી પણ તકલીફ હશે તે દૂર થશે અને તમને જલ્દી જ નોકરી મળી જશે.

ઇન્ટરવ્યૂ પર જતા પહેલા લીંબુ લો અને તેની ઉપર ચાર દિશામાં ચાર લવિંગ લગાડી દો.આ લીંબુને લઈને ‘ॐ श्री हनुमंते नम:’ મંત્રનો જાપ 108 વાર કરો અને પછી તેને તમારી પાસે રાખો. જ્યારે પણ તમે કોઈ ઇન્ટરવ્યુ પર જાઓ છો, ત્યારે આ ઉપાય કરીને અને લીંબુને તમારી સાથે લઈ જાઓ. જલ્દી નોકરી મળશે.

સારી નોકરી માટે બજરંગ બાલીની ઉપાસના કરો. ભગવાન હનુમાનની આવી તસવીર તમારા ઘરમાં મૂકો જેમાં તેની ઉડતી તસ્વીરછે. તેમની દરરોજ પૂજા કરો, તમારી બધી અડચણો સમાપ્ત થઈ જશે અને ટૂંક સમયમાં તમને નોકરી મળશે.

ઇન્ટરવ્યૂ પર જતાં ગાયને ગોળનો ચણ અથવા લોટમાં ગોળ ખવડાથી નોકરીની સંભાવનાઓ પણ મજબૂત થાય છે. જણાવી દઈએ કે, તમે આ ગાયને તમારા પોતાના હાથથી ખવડાવશો તો જ તેનું ફળ મળશે.

જ્યારે પણ તમે કોઈ ઇન્ટરવ્યૂમાં જતા હોય ત્યારે હોવ, ત્યારે તે દિવસે ચોક્કસપણે હનુમાન ચાલીસાના પાઠ કરો. તમે ઇન્ટરવ્યૂમાં સફળ થીઅને જ પાછા ફરશો.

ઇન્ટરવ્યૂના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરો. નહાવાના પાણીમાં પીસેલી હળદર ઉમેરો. આ પછી ભગવાનની સામે 11 ધૂપ અગરબત્તી કરીને તમારી ઈચ્છા જણાવો. આ કરવાથી તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે.

ઇન્ટરવ્યૂ દેતા પહેલા દહીં અને ખાંડ ખાઓ. ઘર છોડતી વખતે, તમારો જમણો પગ આગળ રાખો. વડીલોની આ વાત ખરેખર અસરકારક છે.

નોકરી મેળવવા માટે મહિનાના પહેલા સોમવારે સફેદ કપડામાં કાળા ચોખા બાંધી માતા કાલિને અર્પણ કરો.

Team Dharmik