આ એક જ મંત્રને કહેવામાં આવ્યો છે મહામંત્ર, રોજ સવાર સાંજ જાપ કરવાથી મળે છે ધન સંપત્તિ અને બુદ્ધિ

આપણા શાસ્ત્રો અને પુરાણોમાં ઘણા એવા મંત્રો છે જેના જાપ કરવાથી જ જીવનના તમામ દુઃખો દૂર થાય છે. સામાન્ય માણસથી લઈને દેવો પણ કેટલાક ખાસ મંત્રોનો જાપ કરતા હોય છે જેના કારણે તેમની શક્તિ સુખ અને વૈભવમાં વધારો થતો હોય છે. આજે અમે તમને એક એવો જ મંત્ર જણાવીશું જેના દ્વારા તમે પણ તમારા સુખ અને વૈભવમાં વધારો કરી શકો છો સાથે ધન સંપત્તિ પણ તમને પુષ્કળ મળશે અને બુદ્ધિમાં પણ વધારો થશે.

આજે અમે તમને જે મંત્ર વિશે જણાવવામાં છીએ તે છે ગાયત્રી મંત્ર “ૐ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુવરેણ્યમ ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત” આ મંત્રને મહામંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ મંત્ર ખુબ જ સિદ્ધ મંત્ર છે. જેના જાપ કરવાથી જ તમામ કષ્ટો દૂર થાય છે, જીવનમાં આવેલી મુશ્કેલીઓ  દૂર થઇ જાય છે. આ સિવાય આ મંત્રને બુદ્ધિ મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો જાપ કરવાથી વિદ્યાર્થીઓની બુદ્ધિમાં પણ વધારો થાય છે.

ઘણા લોકોને આ મંત્રનો અર્થ નથી ખબર. આ મંત્રનો અર્થ છે: “પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મામાં વિચરણ કરવા વાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાનું અમે ધ્યાન કરીએ અને તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે.” એટલે કે આપણે એ એ દિવ્ય શક્તિનો આપણી અંદર આત્મસાદ કરવાની વાત કરે છે જે આપણને જીવન આપે છે.

આ મંત્રના ઉચ્ચારણથી જ ગાયત્રી માતાજી પ્રસન્ન થાય છે અને તમને બુદ્ધિ સિદ્ધિ આપે છે. જેનાથી તમને યશ તેની જાતે જ મળે છે જે ધન સંપત્તિને પોતાની તરફ આકર્ષિત કરે છે. ક્યાંકને ક્યાંક આપણે બધાએ એ વાત સમજવી જોઈએ કે આ મંત્રોને એમ જ નથી બનાવવામાં આવ્યા. પરંતુ આ મંત્રોના ઉચ્ચારણ એવી રીતે હોય છે જે આપણને પરમશક્તિ સાથે જોડે છે.

Dharmik Duniya Team