ગરુડ પુરાણઃ જિંદગીમાં આ 4 ભૂલો ક્યારેય ન કરવી, શું થઇ જશે તમારો ખરાબ સમય

જીવવા માંગો છો લાંબુ જીવન તો ના કરો આ ભૂલ, નહિ તો ઓછી થઇ જશે ઉંમર

ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને તેના વાહન ગરુડની વાતચીતનું વર્ણન છે. તેમાં જીવન અને મોત વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યુ છે. ત્યારે આજે અમે તમને એ જણાવીશું કે માનવ જીવન સાથે જોડાયેલી એવી કઇ ભૂલો કરવાથી વ્યક્તિની ઉંમર ઘટે છે. સનાતન ધર્મના 18 પુરાણોમાંથી ગરુડ પુરાણનું પોતાનું મહત્વ છે. ગરુડ પુરાણમાં મૃત્યુ અને તેના પછી શું થાય છે તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. જો કે ગરુડ પુરાણ કોઈના મૃત્યુ પછી વાંચવામાં આવે છે,

પરંતુ તેમાં માનવ જીવનના ઘણા પાસાઓનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં મનુષ્ય દ્વારા કરવામાં આવતી તે ભૂલો વિશે જણાવવામાં આવ્યું છે, જેને કરવાથી ઉંમર ઓછી થાય છે. શાસ્ત્રોથી લઈને ડોક્ટરો હંમેશા એ વાત પર ભાર મૂકે છે કે રાત્રે વહેલા સૂઈ જાઓ અને સવારે વહેલા ઉઠો. તેનાથી તમે દિવસભર તાજગી અનુભવો છો. જો કે, બદલાતી જીવનશૈલીને કારણે ઘણી વખત લોકો રાત્રે મોડા ઊંઘે છે અને સવારે મોડા ઉઠે છે.

આ પ્રથા ખોટી છે. આવું કરવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. ગરુડ પુરાણમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું કહેવામાં આવ્યું છે. દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ડોકટરો પણ ઘણીવાર ખોરાકમાં દહીંનો ઉપયોગ કરવાની વાત કરે છે. આનાથી ઘણી બીમારીઓથી રાહત મળે છે. જો કે દહીંનું સેવન રાત્રે ક્યારેય ન કરવું જોઈએ. જેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. જ્યારે પાડોશી, મિત્ર અથવા સંબંધી મૃત્યુ પામે છે, ત્યારે લોકો સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કારમાં હાજરી આપે છે.

જો કે, મૃત શરીરને બાળવાથી ઘણા પ્રકારના ખતરનાક બેક્ટેરિયા નીકળે છે, જે હવામાં ભળીને શરીરમાં પ્રવેશી શકે છે. આવી સ્થિતિમાં, અંતિમ સંસ્કારમાં ભાગ લીધા પછી, વ્યક્તિએ ઘરે આવીને તરત જ સ્નાન કરવું જોઈએ. ઘણા લોકો નોન-વેજનું સેવન ખૂબ જ ઉત્સાહથી કરે છે. ઘણી વખત જમ્યા પછી નોન-વેજ વધી જાય તો તેને ફ્રીજમાં રાખવામાં આવે છે અને બીજા દિવસે ખાવામા આવે છે. જો કે વાસી નોનવેજ બિલકુલ હેલ્ધી નથી ગણાતું. તેમાં ખતરનાક બેક્ટેરિયા હોઈ શકે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ધાર્મિક દુનિયા તેની પુષ્ટિ કરતું નથી.)

Team Dharmik