આ 4 રાશિઓ પર પ્રસન્ન થઇ ચુક્યા છે ગણપતિ, વરસશે ધન અને દૂર થશે બધી જ તકલીફો

ભોળાનાથ અને પાર્વતીના પુત્ર ગણપતિની સ્થાપના દરેક શુભ કાર્ય કરતી વખતે કરવામાં આવે છે. એવામાં હાલના સમયમાં વિઘ્નહર્તા ગણપતિ બાપા આ ચાર રાશિઓ પર પ્રસન્ન થયા છે. આવો તો જાણીએ રાશિઓ વિશે કે જે બાપાના આશીર્વાદને પાત્ર બની છે.

1. કર્ક:
બાપાનો આશીર્વાદ મેળવવા માટે આ રાશિના લોકોએ મોષક એટલે કે ઉંદરને કંઈપણ મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ. જો એવું ન કરી શકાય તો ઘરમાં ગણેશજીની મૂર્તિની સાથે પારસનો બનેલો મોષક પણ સ્થાપિત કરો. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા મળશે અને ખુબ ધનનું આગમન થશે.

2. સિંહ:
સિંહ રાશિના લોકોએ ગણપતિજીની મૂર્તિને મોદક એટલે કે લાડુનો ભોગ ચઢાવવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી લાડુ પીળા રંગના રાખો, જેમાં તમે મોતીચુર કે બેસનના લાડુ બનાવી શકો છો. જેના પછી ભગવાનને ચઢાવેલા આ લાડુ ગરીબ લોકોમાં વિતરણ કરી દો, તેનાથી તમારા જીવનમાં ખુબ તરક્કી થશે.

3. મીન:
મીન રાશિના લોકો ગણપતિજીને ખુબ જ પ્રિય હોય છે. આ રાશિના લોકોએ રોજ ॐ गणपताय नमः મંત્રનો જાપ કરવો જોઈએ. એવું કરવાથી તમારા ધન-ધાન્યમાં ખુબ પ્રગતિ થશે.

4. કુંભ:
કુંભ રાશિના લોકોએ મંદિરમાં જઈને લક્ષ્મી અને ગણપતિજીની સામુહિક પૂજા કરવી જોઈએ જેનાથી તમારા દરેક દુઃખ દૂર થશે, વિવાહિત જીવનમાં આવી રહેલી સમસ્યાઓ પણ દૂર થશે અને આર્થિક તંગી પણ સુધરશે.

Team Dharmik