આર્થિક સમસ્યાથી કાયમી છુટકારો મેળવવા માટે શુક્રવારના દિવસે કરો માતા લક્ષ્મીજીના આ ઉપાય

પૈસા આજે મોટાભાગના લોકોની જરૂરિયાત છે. વળી આજના સમયમાં ઘણા લોકો આર્થિક સંકળામણમાં જીવી રહ્યા છે ત્યારે જો કોઈ વ્યક્તિ પોતાની કુંડળીમાં શુક્ર ગ્રહને મજબૂત કરવા માંગતો હોય તો તેને શુક્રવારના દિવસે અહીંયા જણાવેલ ચાર ખાસ ઉપાય કરી લેવા. જેનાથી માતા લક્ષ્મીની પણ કૃપા મળશે અને આર્થિક સમસ્યાથી પણ હમેશા માટે છુટકારો મળી જશે.  આ સાથે જ તમારા વૈવાહિક જીવનમાં ખુશી આવશે અને પરિવારમાં પણ સુખ સમૃદ્ધિ વધશે. ચાલો જોઈએ એ ચાર ઉપાય.

શુક્રવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ અને સફેદ કપડાં પહેરી. માતા લક્ષ્મીની આરાધના કરવા માટે બેસવું. માતાજીની વિધિ વિધાન સાથે પૂજા કરવી અને પોતાની તકલીફો માતાજી સમક્ષ અભિવ્યક્ત કરવી.

માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ ફળ શુક્રવારના દિવસે મળે છે. તેમની પૂજા કરવા માટે શુક્રવારનો દિવસ ખાસ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા પણ માતા લક્ષ્મીની પૂજા સાથે માન્યતાઓ પ્રમાણે કરવી જોઈએ.

માન્યતાઓ પ્રમાણે બધી જ મનોકામનાઓ માતા લક્ષ્મીને પુષ્પ અર્પણ કરવાથી જ થી જાય છે. માન્યતાઓ પ્રમાણે માતા લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવું. ગુલાબી રંગના ફૂલોનો ઉપયોગ માતા લક્ષ્મીની પૂજા માટે શુભ માનવામાં આવે છે.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ભોગ લગાવો અને તેનાથી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. સાત્વિક ભોજનનો ભોગ માતા લક્ષ્મીને ઇચ્છાનુસાર લગાવી શકો છો. કંઈક ગળ્યું પણ ભોગમાં ઉમેરી શકો છો. હલવો, ખીર પણ ધરાવી શકો.

માન્યતા અનુસાર ગુલાબી રંગના આસાન ઉપર દેવી લક્ષ્મીની પ્રતિમાને રાખવી. આ સાથે જ શ્રી યંત્રને પણ માતા લક્ષ્મીની સાથે રાખવું. તેમજ ગાયના ઘીના 8 દિપક પૂજા થાળમાં પ્રગટાવવા અને માવાની બર્ફીનો ભોગ અને ગુલાબની સુગંધ વાળી ધૂપબત્તી પ્રગટાવવી.

જે 8 દીપકને તમે પૂજા થાળમાં રાખ્યા છે તેને ઘરની આઠ દિશાઓમાં રાખી દેવા. અને તિજોરીમાં કમળના ગટ્ટાની માળા રાખી દેવી. ત્યારબાદ માતાજી પાસે માફી મંગાવી કે પૂજા દરમિયાન કોઈ ભૂલ થઇ હોય તો માફ કરે. માતાજીને વિનંતી કરવી કે તે તમારા ઘરમાં ધન ધન્ય ભરેલા રાખે.

 

Dharmik Duniya Team