પૈસાની તંગીથી છો પરેશાન ? તો ઘરમાં રહેલા લોટના ડબ્બામાં રાખી દો આ વસ્તુ, બની જશો માલામાલ

આજના સમયમાં માણસથી સૌથી મોટી જરૂરિયાત પૈસા છે. વળી એમાં પણ આ કોરોના કાળની અંદર ઘણા લોકો આર્થિક તંગીનો શિકાર બની ગયા છે. ઘણા લોકો મહેનત કરે છે તે છતાં પણ તેમને યોગ્ય પરિણામ નથી મળતા, ત્યારે જ્યોતિષ પાસે આ વસ્તુનું સમાધાન છે. જ્યોતિષના જણાવ્યા અનુસારના કેટલાક ઉપાયો જો તમે કરો છો તો તમારા ઘરની અંદર લક્ષ્મી ક્યારેય ખૂટતી નથી. ચાલો આજે અમે તમને એવો જ એક લોટના ડબ્બામાં રાખવામાં આવતી એક ખાસ વસ્તુનો જણાવીએ જેનાથી તમે માલામાલ થઇ જશો.

તુલસીના પાનનો કરો ઉપાય:
જે ડબ્બાની અંદર તમે લોટ મુકો છો તે ડબ્બામાં તુલસીના 5 પાન અને 2 કેસરના દાણા રાખી લેવા. આ કામ કરવા માટે ખાસ શનિવારનો જ દિવસ પસંદ કરવો. શનિવારના દિવસે લોટને પીસી લેવો. અને તેની અંદર લોટ પીસતી વખતે તેમાં થોડા ચણા પણ ઉમેરી લેવા. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યા દૂર થઇ જશે. અને ઘરમાં પૈસા ટકવા લાગશે.

તુલસી હિન્દૂ ધર્મમાં ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પણ તુલસી અતિ પ્રિય છે અને એવું કહેવાય છે કે તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ રહેલો હોય છે. જેના કારણે મોટાભાગના ઘરના આંગણામાં એક તુલસીનો છોડ જોવા મળે છે, તેની પૂજા પણ કરવામાં આવે છે. તુલસીના આયુર્વેદિક રીતે પણ ઘણા ઉપાય છે તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તુલસી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે. તુલસીનો છોડ માત્ર વાવવાથી ઘરમાં ક્યારેય પૈસાની અછત રહેતી નથી.

આ વાતનું પણ રાખો ખાસ ધ્યાન:
આ ઉપાય ખુબ જ ચુપચાપ રીતે જ કરવાનો છે. સાથે આ ઉપાય કરવા માટે ખાસ શનિવારનો દિવસ પસંદ કરવો અને લોટ પોતાના ઘરની અંદર જ પીસવાનો છે. આ ઉપાય કરવાથી થોડા જ દિવસમાં તમારા ઘરની અંદરથી આર્થિક સંકટ દૂર થઇ જશે. અને લક્ષ્મી માતાજીની કૃપા તમારા ઘર  ઉપર વરસવાની પણ શરૂ થઇ જશે.

આ ઉપાય પણ તમને બનાવી શકે છે ધનવાન:
જો તમે ઘરની અંદર સોનુ અને શુદ્ધ કેસરને એક સાથે રાખો છો તો માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર ઉપર અવશ્ય પડે છે. આ ઉપરાંત હંમેશા પૂજા કર્યા બાદ ઘરના બારણાં અને ઉંબરાનું પણ પૂજન કરવું. ઉંબરા ઉપર સ્વસ્તિક અને દીવો કરવાથી પણ લક્ષ્મી માતાજીનો ઘરમાં વાસ થાય છે.

આર્થિક મુશ્કેલી દૂર કરવા માટે કરો આ ઉપાય:
કોઈપણ શુભ મુહૂર્તની અંદર સવારે જલ્દી ઉઠીને લાલ રેશમના કપડાં લેવા, અને તેમાં અંખંડિત 21 ચોખાના દાણા બાંધી લેવા. ત્યારબાદ લક્ષ્મી માની પૂજા કરવી અને તે કપડામાં બાંધેલા ચોખા પણ રાખે દેવા. પૂજા બાદ માતાજી સમક્ષ પોતાની મનોકામના વ્યક્ત કરવી અને પૂજામાં મુકેલી ચોખાની પોટલી પોતાના પર્સ અથવા તિજોરીમાં રાખી દેવી, જેનાથી તમારી આર્થિક સમસ્યા દૂર થશે.

Dharmik Duniya Team