હાથમાંથી આ 5 વસ્તુઓનું પડવું આપે છે અશુભ સંકેત ! સમજી લો આવવાની છે કોઇ મુસીબત

આ 5 વસ્તુઓનું હાથમાંથી અચાનક પડવું આપે છે અશુભ સંકેત, જીવનમાં આવવાનું છે કોઇ તોફાન

ઘણીવાર આપણે જલ્દી જલ્દીમાં હોઇએ ત્યારે આપણા હાથમાંથી કેટલીક વસ્તુઓ છૂટી જમીન પર પડી જાય છે. આ વસ્તુઓ સારા-ખરાબ સમય તરફ ઇશારો કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હાથમાંથી કેટલીક વસ્તુઓ પડવી એ અશુભ માનવામાં આવે છે. આ જો તમારા હાથમાંથી એવી કોઇ વસ્તુઓ પડે છે તો સમજી લો કે તમારો મુશ્કેલ સમય આવવાનો છે. તો ચાલો આના વિશે તમને જણાવીએ.

પૂજાની થાળી પડવી : જો તમારા હાથમાંથી પૂજાની થાળી વારંવાર પડે છે તો આ ઘણો જ અશુભ સંકેત છે. તેનો મતલબ એ છે કે ઇશ્વર તમારા પર મહેરબાન નથી. તમને વ્રત, પૂજાનો કોઇ લાભ નથી મળી રહ્યો. આ ભવિષ્યમાં કોઇ મોટી સમસ્યાનો સંકેત પણ હોઇ શકે છે.

દૂઘ ઢોળાવું : જો તમારા હાથમાંથી દૂધનો ગ્લાસ પડી જમીન પર પડે છે અથવા તો ઉભરો આવ્યા બાદ વાસણમાંથી બહાર આવે છે તો આ પણ અશુભ સંકેત છે. દૂધનો સંબંધ ચંદ્રમાથી માનવામાં આવે છે. જ્યોતિષના જાણકારોનું કહેવુ છે કે દૂધ ઢોળાવું જીવનમાં આર્થિક સંક્ટના આવવાનો સંકેત હોય છે.

તેલ ઢોળાવું : જો તમારા હાથમાંથી તેલ ઢોળાય છે તો આ પણ ચિંતાનો વિષય છે. હાથમાંથી વારંવાર તેલ ઢોળાવાનો મતલબ માણસના જીવનમાં કોઇ મોટી સમસ્યા આવવાની છે. એટલું જ નહિ, આ કોઇ માણસના કર્જદાર હોવાનો પણ સંકેત આપે છે. આવા લોકો લાખ કોશિશો બાદ પણ દેવામાંથી મુક્ત નથી થઇ શકતા

મીઠું ઢોળાવું : જો તમારા હાથમાં રસોડામાં કે ખાવાના ટેબલ પર વારંવાર મીઠું ઢોળાય છે તો શુક્ર અને ચંદ્રમાં કમજોર હોવાના સંકેત છે. આ લોકોના લગ્ન જીવનમાં પરેશાનીઓનો સંકેત હોય છે. આવા લોકોની પાર્ટનર સાથે હંમેશા અનબન રહે છે. દાંપત્ય જીવન વિખેરાયેલુ રહે છે.

ખાવાનું પડવું : જો ભોજન કરતા સમયે અથવા તો પીરસતા સમયે તમારા હાથમાંથી તે પડી જાય છે તો તેના બે મતલબ હોઇ શકે છે. પહેલું તો એ કે તમારા ઘરમાં કોઇ મહેમાન આવવાનું છે અને બીજુ તો એ કે ઘરમાં કોઇ નકારાત્મક ઉર્જા કે દરિદ્રતા દસ્તક દેવાની છે. વાસ્તુ દોષને કારણે પણ આ સંભવ હોઇ શકે છે.

Team Dharmik