શું સાચે લાગે છે નજર ? જાણો વાસ્તવિકતા શુ છે…

મનુષ્યને નજર શા માટે લાગે છે, અને શુ છે તેની વાસ્તવિકતા? જાણવા માટે વાંચો…

આપણે નાનપણથી જ જોઈ રહ્યા છીએ કે લોકો તેમના નાના બાળકોના  હાથ અથવા પગ પર એક કાળા કલરનું નિશાન બનાવે છે, ઘણા લોકો બાળકોના ગળા, હાથ અથવા પગ પર કાળા રંગનો દોરો પહેરાવે છે જેથી કોઈની નજર લાગે નહિ. લોકો આ બાબતમાં એકબીજા સાથે અસંમત થઈ શકે છે કે શું કાળો રંગ વ્યક્તિને નજર લાગવાથી બચાવી શકે છે કે નહીં ? પરંતુ તે એક હકીકત છે કે નજર લાગવી એ એક સત્ય છે.

મનમાં એ વાત જરૂર આવે છે કે નજર છે શું અને તે કેમ લાગે છે? વિશ્વમાં બે પ્રકારની ઉર્જા હોય છે એક સકારાત્મક અને બીજી નકારાત્મક. આપણે ભગવાનને સકારાત્મક ઉર્જા માનીએ છીએ અને આપણે શેતાન અથવા આત્માને નકારાત્મક ઉર્જા માનીએ છીએ. નજર લાગવી તે નકારાત્મક ઉર્જાની અસર છે, જેના કારણે વ્યક્તિના વ્યવહાર, તેના સ્વાસ્થ્ય અને તેના કામમાં ઘણો ફેરફાર આવે છે અને આ પરિવર્તનને કારણે વ્યક્તિને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આપણે બાળપણથી પ્રેત આત્માઓ વિશે પણ સાંભળીએ છીએ કે તેઓ મનુષ્યને નુકસાન પહોંચાડે છે અને ડરાવે છે અને તેઓ મનુષ્યના દુશ્મન છે, તેથી જો આપણે તેને ઇસ્લામિક દૃષ્ટિકોણથી જોઈએ, તો આ સાચું છે. શેતાન ક્યારેય વ્યક્તિને ખુશ જોઈ શકતો નથી, તેથી જ જ્યારે કોઈ વ્યક્તિ બીજાની પ્રશંસા કરે છે, ત્યારે શેતાન અથવા પ્રેત આત્મા ગુસ્સે થાય છે અને જેની પ્રશંસા કરીએ છીએ તેની પર નકારાત્મક પ્રભાવ છોડી દે છે અને તેને હેરાન કરવાનું શરુ કરી દે છે.

નજર શું હોય છે અને કેવી રીતે લાગે છે એ આ લેખ દ્વારા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અમે કોઈની પર આ વાતનો મુદ્દો લાદતા નથી કે લોકોએ તેને સાચું માનવું જ પડશે પરંતુ અમે એ જરૂર જાણવા માગીશું કે આના પર તમે શું વિચારો છો. તેથી તમે કોમેન્ટ કરીને અમને તમારા મંતવ્યો જણાવી શકો છો.

Team Dharmik