શરદપૂર્ણિમાની રાત્રે જો માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોય તો ખાઈ લો આ 5 વસ્તુઓ, થઇ જશે બેડો પાર

શરદપૂર્ણિમાના દિવસને ખુબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે. ત્યારે જ્યોતિષોના કહ્યા અનુસાર ધનપ્રાપ્તિ માટે આ દિવસને શુભ માને છે કારણ કે શરદ પૂર્ણિમાના દિવસે જ મા લક્ષ્મીનો જન્મ દિવસ છે, સમુદ્ર મંથન વખતે મા લક્ષ્મી શરદ પૂર્ણિમાના દિવસે ઉત્પન્ન થયા હતા જેના કારણે શરદ પૂર્ણિમાના દિવસે જો મા લક્ષ્મીની પૂજા આરાધના કરવામાં આવે તો ધનયોગ બની શકે છે.

શરદ પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીને પ્રિય આ 4 વસ્તુઓનો જો ભોગ લગાવી, પ્રસાદ સ્વરૂપે વહેંચશો અથવા પોતે પણ ખાવામાં આવે તો માતાજી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પોતાના ભક્તો ઉપર વરસાવે છે. તો ચાલો જાણીએ આ 4 વસ્તુઓ કઈ કઈ છે.

1. પતાશા:
પતાશાનો ઉપયોગ પણ આપણે વિવિધ પ્રસંગોમાં કરીએ છીએ ત્યારે પતાશાનો સીધો સંબંધ પણ ચંદ્ર સાથે રહેલો છે જો આજના દિવસે જાગરણ કરી પતાશાનો ભોગ લગાવી પ્રસાદમાં પતાશા વહેંચવામાં આવે તો લક્ષ્મીજીની કૃપા દૃષ્ટિ બને છે. દિવાળીના દિવસે પણ લક્ષ્મી પૂજન કરતી વખતે ખાંડ તથા પતાશાનાં રમકડાં બનાવી માતાજીને અર્પણ કરવાથી ધનસમૃદ્ધિ મળે છે.

2. મખાના:
ચંદ્રને મા લક્ષ્મીજીના ભાઈ માનવામાં આવે છે એટલે આજના દિવસે જો મખાનાનો ભોગ લગાવવામાં આવે તો લક્ષ્મીજીની કૃપા બની રહે છે. કારણ કે મખાનાનો સીધો સંબંધ ચંદ્ર સાથે છે. ભોગ લગાવવાની સાથે તમે શ્રી શુક્ત પાઠ કરીને પણ દેવીની કૃપા મેળવી શકો છો.

3. ખીર:
જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા અનુસાર મખાના અને ચોખાની બનેલી ખીરનો ભોગ લગાવવો પણ આ દિવસે શુભ માનવામાં આવે છે. ખીરને ચંદ્રમાના પ્રકાશમાં મૂકી અને ખાવાથી ખીરમાં ઔષધીય ગુણો આવી જાય છે ખીર અમૃત સમાન બની જાય છે જેના કારણે શરીરની સ્વાસ્થ્ય સંબંધી કેટલીય તકલીફો દૂર થઇ જાય છે. મા લક્ષ્મીને દહીં સૌથી પ્રિય છે. જો શરદ પૂર્ણિમાની રાત્રે ગાયના દૂધમાંથી બનેલા દહીંનો ભોગ ધરાવી પ્રસાદ સ્વરૂપે તેને વહેંચવામાં આવે તો માતાજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે છે.

4. નાગરવેલનાં પાન:
શરદ પૂર્ણિમાંની રાત્રે નાગરવેલનાં પાનનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. આપણા હિન્દૂ ધર્મમાં દરેક પૂજા વિધિમાં પાનના ઉપયોગને શુભ માનવામાં આવ્યો છે. જો તમે શરદ પૂર્ણિમાની રાત્રે મા લક્ષ્મીના પૂજનમાં પણ ઉપર સોપારી રાખીને પૂજા કરવામાં આવે તો લક્ષ્મી માતાજી તમારા પર હંમેશા પ્રસન્ન રહેશે.

શરદ પૂર્ણિમાની રાત્રે આ ચાર વસ્તુ કરવાથી તમે ધન પ્રાપ્તિ સાથે સુખી અને સમૃદ્ધ જીવન પણ પ્રાપ્ત થઇ શકે છે પરંતુ આ પૂજા તથા તમામ વિધિ દિલથી અને સાચા હૃદયથી કરવા પડશે ત્યારે જ માતાજી તમારી પ્રાર્થના સ્વીકારી શકે છે. 30 ઓક્ટોબર શુક્રવારના રોજ આવતી શરદ પૂર્ણિમામાં મા લક્ષ્મીજીની પ્રાર્થના દિલથી કરો અને સુખી સમૃદ્ધ જીવન તરફ આગળ વધો.

Dharmik Duniya Team