મોરબીની ગોઝારી ઘટનામાં 14 વર્ષની માસૂમ દીકરી સાથે પરિવારના 12 સભ્યોના પણ મોત, દુર્ગાબેનનું કરુણ આક્રંદ સાંભળી હૈયું ધ્રુજી જશે

મોરબીમાં 30 ઓક્ટોબર રવિવારના રોજ સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બની છે. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોઈએ પિતા તો કોઇએ પોતાનો દિકરો કે દિકરી તો કોઇએ પરિવારના મોભી ગુમાવ્યા છે. પરિવાર માટે તો રવિવારની રજાનો દિવસ કાળો દિવસ સાબિત થયો. અનેક પરિવાર મોજ માણવા બાળકો અને સંબંધીઓ સાથે ઝૂલતા પુલની મુલાકાતે ગયા હતા અને આ મોજની પળ કાળ બની ત્રાટકી.

સાંજના સમયે આચનક ઝૂલતો પુલ તૂટી જતાં લોકો પાણીમાં ખાબક્યા હતા. ઘણા લોકોને બચાવી લેવાયા હતા. પરંતુ આ દુર્ઘટનામાં 140 જેટલા લોકોનું મોત થયુ હતુ. ત્યારે આ દુર્ઘટનામાં એક પરિવારના 12 સભ્યોના મોત થયા છે. દુર્ગાબેન રૈયાણીએ પરિવારના 12 સભ્યો ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં તેમની 14 વર્ષની માસૂમ દીકરી કુંજલનું પણ મોત થયુ છે. જે બાદ તો તેમના આંસુ સુકાવાનુ નામ જ નથી લઇ રહ્યા.

આ સાથે સગી 4 બહેનોના પણ મચ્છુમાં ડૂબવાથી મોત થયા છે. દુર્ગાબેનની બહેન ધારાબેન, ઈલાબેન, શોભનાબેન અને એકતાબેનનું મોત થયુ છે અને 3 બનેવીના પણ મોત થયા છે. બહેન, બનેવી ઉપરાંત ચાર ભાણેજ અને દીકરીનું પણ મોત થયું છે. દુર્ગાબેને કહ્યુ કે, તેમને બધાની બહુ યાદ આવે છે, તેમની ઢીંગલી બહુ હોંશિયાર હતી. મોરબીની કરુણ દુર્ઘટનાને પગલે અનેક પરિવારોમાં અશ્રુ આઘાત અને આક્રોશ આસમાને છે.

Team Dharmik