જે પણ કોઈ કરે છે આ વસ્તુઓનું દાન, તેના ઉપર રહે છે ધનના દેવતા કુબેર ભગવાનના આશીર્વાદ, ક્યારેય નથી આવતી ધનની ખોટ

દરેક વ્યક્તિને સારું જીવન જીવવા માટે અને મોજ-શોખ પુરા કરવા માટે ધનની જરૂર પડતી હોય છે. જેના માટે ઘણા લોકો તનતોડ મહેનત પણ કરતા હોય છે. છતાં પણ ક્યાંકને ક્યાંક કિસ્મત આપણી સાથે નથી હોતું. જ્યોતિષમાં આ બાબતે કેટલીક વાતો કરવામાં આવી છે, જે આપણે જો જીવનમાં અનુસરીએ તો ધનની ક્યારેય ખોટ નથી રહેતી.

આપણા ધર્મોમાં પણ દાનનો વિશેષ મહિમા જણાવવામાં આવ્યો છે. સાચી શ્રદ્ધા અને સાચા મનથી કરવામાં આવેલું દાન હંમેશા સારા ફળ આપે છે. આજે અમે ધનના દેવતા કુબેરને રાજી કરવા માટેના કેટલાક ખાસ દાન વિશે જણાવીશું, જે કરવાથી તમારા જીવનમાં ક્યારેય ધનની ખોટ નહિ આવે.

1. કિન્નરોને આપો ચાંદીના સિક્કાનું દાન:
કિન્નરો દાન લેવા માટે મોટાભાગે ઘરે આવતા હોય છે ત્યારે તેમને ચાંદીના સિક્કાનું જો તમે દાન આપો છો તે ઘણી જ સારી બાબત માનવામાં આવે છે. આદાન કરવાથી તમારા જીવન ઉપર ચઢી રહેલા આર્થિક બોજને ઓછા કરવામાં ખુબ જ સહાયતા કરશે.

2. ગરીબને મીઠાઈનું દાન:
જો તમે કોઈ ગરબી વ્યક્તિને મીઠાઈનું દાન અથવા તો કોઈ અનાથ બાળકને ગળ્યું ભોજન કરાવો છો તે તે તમારા કાર્યક્ષેત્રમાં ખુબ જ મોટી પ્રગતિ લાવશે.

3. પશુ પક્ષીને દાન:
પશુ પક્ષીને દાન કરવાથી પણ ખુબ જ લાભ થાય છે. જો તમે કાગડાને દૂધ અને ચોખાથી બનેલી ખીર ખવડાવો છો તો તમને આર્થિક લાભ થશે, ગાયને લીલું ઘાસ ખવડાવવાથી પણ જીવનમાં ઘણા લાભ થશે.

4. ખાસ તહેવાર પર કરો આ દાન:
કોઈ ખાસ તહેવાર ઉપર નવા કપડાં કે પછી તલના અથવા બૂંદીના લાડુ દાન કરવા પણ ખુબ જ લાભકારક માનવામાં આવે છે. તમે આ વસ્તુઓનું દાન કરો છો તો કુબેર મહારાજની સીધી જ કૃપા તમારા જીવન ઉપર પડશે.

Dharmik Duniya Team