બજરંગ બલીની કૃપા મેળવવા માટે મંગળવારના રોજ કરો આ 5 વસ્તુઓનું દાન, જીવનમાંથી દૂર થશે સંકટ

મંગળવારે પોતાના હાથોથી કરો આ 5 ખાસ વસ્તુઓનું દાન, જીવનમાંથી છૂમંતર થઇ જશે બધા કષ્ટ અને સંકટ

મંગળવારનો દિવસ રામ ભક્ત હનુમાને સમર્પિત કરવામાં આવ્યો છે. આ દિવસે હનુમાનજીની પૂજા અર્ચનાથી તેમને પ્રસન્ન કરી તેમનો આર્શીવાદ લેવામાં આવે છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી ભક્તોના કષ્ટો દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળવારે કેટલીક વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિની પરેશાનીઓ અને દુ:ખ દૂર થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી હનુમાન જીની વિશેષ કૃપા મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, બજરંગબલી આજે પણ પૃથ્વી પર જીવંત છે. તેઓ કળિયુગના એકમાત્ર દેવતા તરીકે ઓળખાય છે. પવન પુત્ર હનુમાનને પ્રસન્ન કરવા માટે મંગળવારે કઈ 5 વસ્તુઓનું દાન કરવું તે જોઈએ.

લાડુ – જો કોઈ દંપતીને સંતાનની ઈચ્છા હોય અને કોઈ પણ પ્રકારની અડચણ હોય તો પતિ-પત્ની સાથે મંદિરમાં જઈને હનુમાનજીને લાડુ ચઢાવો. મંદિરમાં હનુમાનજીની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પછી તે લાડુના બે ભાગ લઈને પતિ-પત્ની બંને ખાઓ, તમને લાભ થશે.

લાલ કપડું- જો તમે કોઈપણ પ્રકારના કેસનો સામનો કરી રહ્યા છો અથવા કોર્ટ કેસથી પરેશાન છો, તો મંગળવારે હનુમાન મંદિરમાં જાઓ અને સવારે હનુમાનજીની સામે લાલ રંગનું કપડું અર્પણ કરો. આમ કરવાથી તમને જલ્દી રાહત મળશે.

કેસરી રંગનો ત્રિકોણાકાર ધ્વજ – જો તમે પણ કોઈપણ પ્રકારની સંપત્તિની સમસ્યાથી ઘેરાયેલા હોવ તો મંગળવારે હનુમાન મંદિરમાં કેસરી રંગનો ત્રિકોણાકાર ધ્વજ ચઢાવો. આ ઉપાયથી વ્યક્તિની સંપત્તિ સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે.

સિંદૂર – જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે. જો વ્યક્તિની કુંડળીમાં હાજર ગ્રહો પીડિત હોય છે. ખાસ કરીને શનિ ગ્રહ તો મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં સિંદૂર ચઢાવો. તેમજ ચમેલીના તેલનો અર્પણ કરવો પણ શુભ માનવામાં આવે છે. આ પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો.

તુલસીના પાન – જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે હનુમાન મંદિરમાં તુલસીની માળા અથવા તુલસી દળ ચઢાવવી શુભ છે. આ ઉપાયથી વ્યક્તિના જીવનમાં ધનની કમી નથી રહેતી સાથે જ સમૃદ્ધિ પણ રહે છે. હનુમાન મંદિરમાં તુલસી ચડાવ્યા બાદ તેને જાતે પ્રસાદ તરીકે લો.

(નોંધ – આ માહિતી ફક્ત માન્યતાઓ અને જ્યોતિષ શાસ્ત્ર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતુ નથી)

Team Dharmik