સરળતાથી અપનાવો આ 20 ઉપાય, જાગી ઉઠશે સુતેલું નસીબ

ગ્રહની અનિષ્ટદાયક સ્થિતિને શુભ મંગલમય બનાવવા માટે થોડા સરળ ઉપાય કરવામાં આવે તો નિશ્ચિત શુભદાયક પરિણામ મળે છે. આ ઉપાય આસાન છે અને સરળતાથી અપનાવી શકો છો.
સવારે ઉઠતાની સાથે જ માતા-પિતા, ગુરુઓ અને વડીલોને પ્રણામ કરો અને તેમના આશીર્વાદ મેળવવાથી દરરોજ સારા પરિણામ પ્રાપ્ત કરો. ગાયને દરરોજ ગોળ અને રોટલી આપો. શક્ય હોય તો ગાયની પૂજા કરો અને ‘આ દિવસે આ કામધેનુ ઇચ્છિત કાર્ય કરશે’ તેવી પ્રાર્થના કરો.

દરરોજ કૂતરાને રોટલી ખવડાવી જોઈએ. પક્ષીઓને દાણા નાખવા જોઈએ. જો તમારા શહેર અને ગામની આસપાસ તળાવ, નદી અને સમુદ્ર હોય તો કાચબા અને માછલીઓને લોટની ગોળીઓ ખવડાવી જોઈએ. દરરોજ કાગડા-કુતરાં માટે ખાવાપીવાની વસ્તુમાંથી થોડો હિસ્સો રાખવો જોઈએ. ગૌગ્રાસ ઓન ભોજન કરતા સમયે કાઢવો જોઈએ.

ઘરે આવેલા મહેમાનની નિસ્વાર્થ ભાવે સેવા કરવી જોઈએ અને તેના દ્વારા કહેવામાં આવતી વાતો ધ્યાનથી સાંભળવી જોઈએ. યોગ્ય સંદેશાઓનું અનુકરણ કરવું જોઈએ.

દરરોજ સવારે ભોજન બનાવતી વખતે માતા-બહેનએ એક રોટલી અગ્નિદેવના નામથી બનાવીને ઘી તથા ગોળથી બૃહસ્પતિ ભગવાનને અર્પિત કરવી જોઈએ. જેનાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે. સવારે સ્નાન કર્યા બાદ સૂર્યનારાયણ ભગવાનને લાલ ફૂલ ચડાવીને વારંવાર હાથ જોડીને નમસ્કાર કરવા જોઈએ.

દર શનિવારે પીપળાના ઝાડ પર જળ, કાચું દૂધ ચડાવીને સાત પરિક્રમા કરીને સૂર્ય, શંકપીપળ – આ ત્રણ રીતોની પૂજા કરો ચડાવેલા જળને આંખોમાં લગાવો અનેપિતૃ દેવાય નમઃ પણ ચાર વાર બોલો. જેનાથી રાહુ-કેતુ, શનિ-પિતૃ દોષનું નિવારણ થઇ શકે છે.

ખરાબ વસ્તુનું સેવન ક્યારે પણ કરવું નહીં. સવારે સૂર્યના સન્મુખ બેસીને એકાંતમાં ભગવાન ભજન અથવા મંત્ર અથવા ગુરૂ મંત્રનો જપ કરવો જોઈએ. યથાશક્તિ મુજબ ગરીબોને દાન કરવું જોઈએ. સેવા બાદ ફળની આશા રાખવી નહીં.

દરેક જીવ પ્રત્યે દયા, સ્નેહ અને સેવાની ભાવના રાખો. રવિવાર કે મંગળવારે લોન ન લો. જો તમારે લેવાની હોય તો બુધવારે લોન લો.

તમારે મંગળવારે દેવું ચૂકવવું જોઈએ અને એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો ત્યાં સંક્રાંતિ અથવા વૃદ્ધિ યોગ છે અથવા હસ્ત નક્ષત્ર છે, તો લોન ન લો. સવારે સ્નાન કરીને ભગવાન શંકરના શિવલિંગ પર જળ ચડાવીને 108 વાર ‘ॐ नम: शिवाय’ મંત્રની પૂજા કરીને દંડવત નમસ્કાર કરવા જોઈએ.

નિયમિત રીતે ઘરની પ્રથમ રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને આપો.ઘરમાં રિદ્ધિ-સિદ્ધિનું આગમન અને ભાગ્યોદય થશે.

પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે દરરોજ ગાયત્રીમંત્રની સાધના કરો અને રામેશ્વર ધામ યાત્રા કરી પૂજા કરો.

શુક્રવારે નખ કાપી શકો છો, ગુરુવારે નખ ના કાપો.

Team Dharmik