ભૂલથી પણ ઘરની દક્ષિણ દિશામાં ક્યારે ના રાખવી આ વસ્તુઓ, ઘરમાં આવી શકે છે કંગાલી, જો તમે પણ આ ભૂલ કરતા હોય તો ચેતી જાઓ

આજે પૈસા કમાવવા માટે લોકો તનતોડ મહેનત કરતા હોય છે, કમાણી પણ સારી એવી કરતા હોય છે, છતાં પણ તેમની પાસે કઈ બચતું નથી. ત્યારે લોકોને એ સમજ નથી પડતી કે આખરે કમાણી કેવી રીતે ખર્ચ થઇ જાય છે. ત્યારે આ બધામાં તમારા ઘરમાં વાસ્તુનો પણ હાથ રહેલો હોય છે. જો તમે કેટલીક વસ્તુઓ વાસ્તુશાસ્ત્ર અનુસાર નથી કરતા તો તમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી. ત્યારે આજે અમે તમને એક એવી જ વાત જણાવીશું, જે તમે ભૂલમાં જ કરતા હશો, પરંતુ તેનાથી ઘરમાં કંગાલી આવતી હશે.

વાસ્તુ શાસ્ત્રમાં દરેક દિશાનું મહત્વ જણાવવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ દિશાને પિત્રોનું દિશા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને યમની દિશા પણ કહેવામાં આવે છે. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં આ દિશાને લઈને કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે જે પાળવા પણ ખુબ જ જરૂરી છે નહિ તો તમારા ઘરમાં પણ મુસીબતોનો પહાડ તૂટી શકે છે. વાસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર દક્ષિણ દિશામાં કેટલીક વસ્તુઓ ના મુકવી જોઈએ. તો ચાલો જાણીએ કઈ કઈ છે તે વસ્તુઓ.

1. બુટ ચપ્પલ:
આપણે જયારે ઘરમાં પ્રવેશીએ ત્યારે પગમાં પહેરેલા બુટ ચપ્પલ ગમે ત્યાં ઉતારી દેતા હોય છે. તો ઘણા ઘરમાં શુઝ સ્ટેન્ડ પણ હોય છે અને તેમાં પણ લોકો બુટ ચપ્પલ મુકતા હોય છે, ત્યારે તમારે ભૂલથી પણ દક્ષિણ દિશામાં બુટ ચપ્પલ ના મુકવા. નહિ તો પિતૃદોષ તમારા જીવનને બરબાદ કરી નાખશે. ઘરમાં ક્લેશ વધશે સાથે સાથે તમારી પ્રગતિ પણ અટકી જશે.

2. રસોડું:
ઘરમાં ક્યારેય દક્ષિણ દિશામાં રસોડું ના રાખવું જોઈએ. નહિ તો તમે મુસીબતોને સામે ચાલીને બોલાવી શકો છો. આ દિશામાં બનાવવામાં આવેલું રસોડું ઘરની મહિલાઓને મુસીબતમાં મૂકી શકે છે. સાથે જ આર્થિક સ્થિતિ પર પણ ખરાબ અસર પડે છે, ઘરમાં આવક પણ ઓછી થવા લાગે છે અને ગરીબી પ્રવેશે છે.

3. પૂજા ઘર:
દક્ષિણ દિશામાં પૂજા ઘર ક્યારેય ભૂલથી પણ ના બનાવવું, તેના કારણે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે, સાથે જ દેવી દેવતાઓની કૃપા રોકાઈ શકે છે અને કંગાલી પણ ઘરમાં છવાઈ શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં પૂજા ઘરમાં ઈશાન ખૂણો એટલે કે ઉત્તર પૂર્વ દિશા શ્રેષ્ઠ છે.

4. તુલસીનો છોડ:
હિન્દૂ ધર્મમાં તુલસીને ખુબ જ પૂજનીય માનવામાં આવે છે, ઘરમાં તલુસીના છોડને તમારે પૂર્વ કે પછી ઉત્તર પૂર્વમાં રાખવો જોઈએ. જો દક્ષિણ દિશામાં તમે તુલસીના છોડને વાવો છો તો ઘરમાં મોટું નુકશાન આવી શકે છે.

5. બેડરૂમ:
ઘરમાં બેડરૂમ પણ યોગ્ય દિશામાં હોવો ખુબ જ જરૂરી છે. દક્ષિણ દિશામાં ક્યારેય બેડરૂમ ના હોવો જોઈએ અને એ દિશામાં ક્યારેય પગ કરીને પણ સૂવું ના જોઈએ. આ અશુભ માનવામાં આવે છે અને તેનાથી તમારી પ્રગતિ પર અસર થાય છે. પતિ પત્નીએ પણ ખાસ દક્ષિણ દિશામાં પગ રાખીને ના સૂવું જોઈએ.

Dharmik Duniya Team